મોંઘા ફેશિયલ નહીં, પણ ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુઓ વાપરી બની જાઓ ખુબસુરત

વાતાવરણમાં ફેલાયેલું પ્રદૂષણ અને પાછું આપણી અયોગ્ય ખાનપાનની આદતને કારણે સ્કિનની અનેક સમસ્યા સર્જાય છે. જેમ કે, સ્કિન ટેન થઈ જવી, ચહેરા પર ખીલ થવા, અકાળે ચહેરા પર કરચલી પડવી, સ્કિન ડલ અને નિસ્તેજ લાગવી. મહિલાઓને આવી અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ બધી સમસ્યાને કારણે તેઓ જાત જાતની અને ખૂબ જ મોંઘી ટ્રીટમેન્ટ કરાવડાવે છે. પણ કેમિકલવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરવા કરતાં ઘરગથ્થુ ઉપચારથી જ ચહેરાને નિખારતા તેનાથી કોઈ આડઅસર પણ નથી થતી અને સ્કિન ચમકી ઊઠે છે.

મલાઈ

દૂધની મલાઈ ચહેરા માટે ઘણી ફાયદાકારક છે. એક કપ મલાઈમાં બેથી ત્રણ ટીપાં લીંબુનો રસ મેળવવો. રાત્રે સૂતા પહેલાં આ મિશ્રણથી હળવા હાથે ચહેરા પર માલિશ કરવી. સવારે ઊઠીને પાણીથી ચહેરો ધોઈ લેવો. રોજ આ ઉપચાર કરવાથી થોડા સમયમાં તમારા ચહેરા પર ગ્લો આવશે અને મોઈૃરાઈઝરને કારણે કરચલીઓ પણ ઓછી થશે.

દહીં

દહીં પણ ચહેરા માટે ઉત્તમ ટોનિક છે. દહીંમાં લીંબુના રસનાં થોડાં ટીપાં નાખી તેને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તૈયાર કરેલા આ માસ્કને ચહેરા પર વીસ મિનિટ સુધી લગાવી રાખો. પછી પાણીથી ચહેરાને ધોઈ લો. તમારી સ્કિન ફ્રેશ ફીલ કરશે અને ચમકી ઊઠશે.

ગુલાબજળ

ગુલાબજળ એક સારી એન્ટિએજિંગ પ્રોડક્ટ છે. ગુલાબજળને ફ્રીજરમાં રાખી તેનો બરફ જમાવો. ત્યારબાદ તે બરફથી ચહેરા પર માલિશ કરો. થોડી જ મિનિટમાં તમને કસાયેલી ત્વચા મળશે. આ ઉપરાંત તેને ફેશપેકમાં મેળવીને પણ ચહેરા પર લગાવી શકો છો.

Leave a Reply