કોરોના કાળમાં આયુષ મંત્રાલયનું સૂચન, કોરોનાથી બચવા અચૂક કરો આ પાંચમાંથી કોઈ એક ઔષધિનું સેવન

દિલ્હી : ભારતમાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આનાથી બચવા માટે સરકાર અને વૈજ્ઞાનિકો વિવિધ પ્રકારની સલાહ આપે છે, જેમાં માસ્ક પહેરવા, સાબુથી હાથ ધોવા, લોકોથી યોગ્ય અંતર રાખવું વગેરે સામેલ છે. જોકે કોરોનાથી બચવા માટે સૌથી વધુ અસરકારક એ રહેશે, કે તમે તમારી રોગ પ્રતિરોધક શક્તિ વધારો.

એવું માનવામાં આવે છે, કે દેશમાં એવા અગણિત લોકો છે, જે પોતાની મજબૂત રોગ પ્રતિકારક શક્તિના કારણે આ ખતનાક વાઇરસની ચુંગાલમાંથી બચી ગયા છે. આયુષ મંત્રાલયે આ પાંચ વસ્તુઓનું સેવન કરવાની વિશેષ સલાહ આપી છે, જે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં ખુબ જલ્દીથી વધારો કરશે.

આયુષ ક્વાથ (150 મિલી, એક કપ):
દરરોજ 150 મિલી એટલે કે એક કપ આયુષનો ક્વાથ લો. આયુષ મંત્રાલયના મતે, તેનો ઉપયોગ પ્રતિરક્ષા વધારવા માટે કરી શકાય છે. તેમાં તુલસીના પાન અને તજ જેવી ઘરેલુ વસ્તુઓ છે.

સમશામની વટી (દિવસમાં બે વાર, 500 મિ.ગ્રા):
કોઈપણ આયુર્વેદિક દવા કેન્દ્ર પર, તમને સમશામની વટી મળશે અથવા જો તમે ઇચ્છો તો તમે તેને ઑનલાઇન પણ ખરીદી શકો છો. ખરેખર, સમશામની વટી ચેપ સામે લડવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે.

ગિલોય પાવડર (15 દિવસ સુધી ગરમ પાણીમાં 1-3 ગ્રામ)
ગિલોય પાવડર રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર અને એન્ટીઓક્સીડેન્ટ ગુણધર્મોથી ભરેલા માનવામાં આવે છે. તેના સેવનથી શરીરને રોગો સામે લડવાની ક્ષમતા મળે છે.

અશ્વગંધા (દિવસમાં બે વાર, 500 મિ.ગ્રા)
અશ્વગંધા એક શક્તિશાળી આયુર્વેદિક ઔષધિ માનવામાં આવે છે. તે પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે. ભારતમાં તેનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે.

આમળા અથવા આમળા પાવડર (દરરોજ ૧- 1-3 ગ્રામ)
આમળા અથવા આમળા પાવડર બજારમાં સરળતાથી મળી રહે છે. તેમાં ઘણાં વિટામિન સી હોય છે, જે પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે અને કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Leave a Reply