38ની કમર થશે 28ની જો અપનાવશો આ વજન ઉતારવાના ઘરેલુ નુસખા

અમદાવાદઃ આજના સમયમાં સ્થૂળતા સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. આને કારણે ડાયાબિટીઝ, હૃદયરોગ, અનેક પ્રકારના કેન્સર અને સ્ટ્રોક જેવા અનેક રોગો થવાની સંભાવના રહે છે. એવું નથી કે સ્થૂળતા કોઈ ખાસ ઉંમરમાં પહોંચ્યા પછી જ થાય છે, તે કોઈપણ ઉંમરે થઈ શકે છે. વધુ ચરબી વાળા પદાર્થો ખાવા અને ખરાબ જીવનશૈલી એ મેદસ્વીપણાના બે મુખ્ય કારણો છે.

એકવાર તમે વજન વધારશો તો વજન ઓછું કરવું થોડું મુશ્કેલ થઈ જાય છે. પરંતુ કેટલાક ઘરેલું ઉપાય છે, જેને અપનાવીને તમે તમારા મેદસ્વીપણાને ઘટાડી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે …

લીંબુનો રસ અને મધ:
લીંબુનો રસ અને મધ એ વજન ઘટાડવાનો સૌથી પ્રચલિત અને જૂનો ઉપાય છે. આ માટે એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો અને ત્યારબાદ તેમાં બે ચમચી મધ નાખીને પીવો. દિવસમાં 3-4 વખત આ મિશ્રણ પીવો. ચરબી ઓગાળવામાં આ ઘણી મદદ કરશે.

મરીના સેવનથી પણ ઘટે છે વજન:
કાળા મરીમાં પાઇપરિન ઘટક છે, જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તમે ચામાં એક ચમચી કાળા મરીનો પાઉડર પી શકો છો અથવા તેને કચુંબરમાં ભભરાવીને પણ ખાઈ શકો છો. દરરોજ આ કરવાથી જાડાપણામાં ઘટાડો થાય છે.

આ રીતે વરિયાળીનો ઉપયોગ કરો
માનવામાં આવે છે કે વરિયાળીના જાડાપણું ઘટાડવામાં અસરકારક છે. આ માટે પહેલા વરિયાળીના દાણાનો પાઉડર બનાવો અને ત્યારબાદ તેમાં અડધો અથવા એક ચમચી ગરમ પાણીમાં નાખીને પીવો. આ મિશ્રણ ભોજન પહેલાં થોડી વાર અને દિવસમાં ઓછામાં ઓછું બે વાર પીવાથી જાડાપણું ઓછું થાય છે.

લીંબુ, મધ અને તજનું મિશ્રણ લો
અડધી ચમચી તજ પાવડર, અડધો લીંબુનો રસ અને થોડું મધ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો અને રોજ ખાલી પેટ પર પીવો. આ સ્થૂળતા ઘટાડવામાં મદદ કરશે.

લસણથી પણ ઉતરે છે વજન
લસણમાં સ્થૂળતા વિરોધી ગુણધર્મો હોવાનું કહેવામાં આવે છે, જે કુદરતી રીતે મેદ ઘટાડવામાં મદદ કરે છે. તમે દરરોજ ઓછામાં ઓછા બે વખત તમારા ખોરાકમાં એક કે બે ચમચી પીસેલું લસણ લઈ શકો છો અથવા તમે લસણની કળીઓને કાચી પણ ખાઈ શકો છો. તેનો મોટો ફાયદો થઈ શકે છે.

નોંધ: કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તબીબી સલાહ જરૂર લેવી, આહાર અને આરોગ્ય આની કોઈ બાહેંધરી લેતું નથી

Leave a Reply