સડસડાટ વજન ઉતારવા સૂપ, સલાડ કે દહીંમાં ઉમેરો એક ચપટી આ વસ્તુનો અને પછી જુઓ કમાલ

મરીનો ઉપયોગ પુલાવ અને શાકમાં કરવામાં આવે છે, પણ મારી માત્ર સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેને ભોજનમાં સામેલ કરવાથી ઘણી તકલીફો દૂર થાય છે. હળદર અને મરીને દૂધમાં નાખીને પી શકો છો. ગંભીર શરદીના દર્દીઓને આ દૂધ આપવામાં આવે છે. તે એન્ટિઓક્સિડન્ટસ, વિટામિન A અને કેરોટીનોઈડથી ભરપૂર હોય છે, જેનાથી બીમારીઓમાં લડવામાં મદદ મળે છે.


પાચનમાં મદદરૂપ
મરી પાચન તંત્રને વધારે સારું બનાવે છે. તેને ચાવીને ખાઈએ છીએ ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડ પેટમાંથી નીકળે છે અને તે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. હાઈડ્રોક્લોરિક એસિડ આંતરડાંને સાફ કરવા અને આંતરડાંને અન્ય રોગથી બચાવે છે. રોજના ભોજનમાં એક ચપટી મરી ચોક્કસથી સામેલ કરો.

કબજીયાતમાં રાહત
ભોજનમાં રોજ થોડા મરીને સામલે કરવાથી કબજીયાતની તકલીફથી છૂટકારો મળે છે. રોજ મરી ખાવાથી કોલન કેન્સર, કબજીયાત અને બેક્ટેરિયા સંબંધિત બીમારીઓથી રાહત મળે છે. મરીનો વધારે પડતો ઉપયોગ પણ ન કરવો જોઈએ. રોક એક ચપટી મરી શરીર માટે પૂરતા છે.

કરચલીઓ ઓછી કરે છે
તે સ્કિન પ્રોબ્લેમમાં રાહત અને ત્વચાના મૂળ રંગને જાણવી રાખવામાં મદદ કરે છે. જો નાની ઉંમરથી મરીનો ઉપયોગ કરો છો તો કરચલીઓ અને ત્વચા સંબંધિત તકલીફો ઓછી થઇ શકે છે. તે કાળા ડાઘ થતા પણ અટકાવે છે.

વજન ઉતારવામાં ઉપયોગી
એક ચપટી મરીને ગ્રીન ટીમાં ભેળવીને દિવસમાં બેથી ત્રણ વાર પીવો. તેનાથી વધારાની ચરબીને તૂટે છે. શરીરના મેટાબોલિઝ્મમાં સુધારો થાય છે.

ઉપયોગ કેવી રીતે કરવો?

સલાડમાં એક ચમચી મીઠાની સાથે મરી પાઉડર પણ ભભરાવી શકો છો. તળેલાં બટાટા કે તેની ચિપ્સ પર ચપટીભર મરી પાઉડર ભભરાવીને ખાવો.
જ્યારે તમે કોઈ પણ સૂપ બનાવો ત્યારે તેનો સ્વાદ વધારવા માટે તેમાં થોડા મરી ઉમેરો. તેનાથી તમને શરદીમાં રાહત થશે અને સ્વાદ પણ વધશે.
ફ્રાઈડ રાઈસમાં સ્વાદ વધારવા વઘારમાં મરી ઉમેરો.

તાજા મરી પાઉડરને કોઈ પણ વસ્તુમાં નાખી શકાય છે. સલાડ, સૂપથી લઈને પાસ્તા અને છાશમાં પણ મરી પાઉડરનો ઉપયોગ કરી શકાય છે.

Leave a Reply