18 સપ્ટેમ્બરથી બેસે છે અધિક માસ, પાપમુક્ત કરનાર આ માસમાં જાણી લો તિથિ પ્રમાણે દાનનો મહિમા

સૂર્ય રાશી ન બદલે ત્યારે આવેલા પ્રથમ માસને અધિક માસ ગણવામાં આવે છે. આગામી તા.૧૮મી સપ્ટેમ્બરના શુક્રવારથી અધિક માસ (પુરુષોત્તમ માસ-મલમાસ)શરુ થશે. અધિક માસમાં વાસ્તુ, લગ્ન, પ્રતિષ્ઠા કરાતા નથી કે વાવ, કૂવો, તળાવ ખોદવાના મુહૂર્ત પણ અપાતા નથી.

અધિકમાસની ૩૦ તિથિમાં વ્રત-દાનનો મહિમા

એકમ: પાપ વિનાશક-તલનું દાન

બીજ: રૃદ્રવ્રત ગોળનું દાન(પ્રેત યોનિમાંથી છૂટે)

ત્રીજ: નીલ વ્રત-માથામાં તેલ ન નાંખવું- સિધુ આપવું

ચોથ: પ્રિતીવ્રત-ગૌરીપૂજન, સૌભાગ્યની વસ્તુનું દાન)

પાંચમ: શિવવ્રત-શેરડી અથવા દૂધનુંં દાન કરવું (અકાળ મૃત્યુ અટકે)

છઠ્ઠ: સોમવ્રત-મીઠું ન ખાવું મીઠાનું દાન કરવું (શત્રુ ગુપ્તરોગ નાશ પામે)

સાતમ: સુગતિ-સુખડના લાકડા કે ચોખાનુંં દાન કરવું

નોમ: વીરવ્રત-બાળકી-ગૌરીમાતાની પૂજા કરવી, શણગારનું દાન કરવું(પતિ અપરાધમાંથી છૂટે)

દશમ: ત્ર્યંબકવ્રત- કુંભદાન,કુંભ, શિવમંદિરે દીવો મુકવો

અગિયારસ: એકાદશી વ્રત-દાન-પુણ્ય-ઉપવાસનો મહિમા

બારસ: અહિંસા વ્રત-કુળદેવનો દિવો પ્રગટાવી પૂજા કરવી

તેરસ: પ્રદોષ વ્રત-શિવ પૂજન-શિવ દર્શનનો મહિમા

ચૌદશ: શીલવ્રત-ઘરને સાફ કરી, ઉંબરે સાથિયા પુરવા, કુળદેવીનો દિવો કરવો

પૂનમ: પુરુષોત્તમનું પૂજન કરવું (પાપમાંથી મુક્તિ મળે)

એકમ: દિપણી વ્રત-લાપસી ખાવી કે ઘઉંનું દાન કરવું

બીજ: દ્રઢવ્રત-ચંદન-કંકુ-કેસર-અત્તર, સુગંધી વસ્તુઓનું દાન કરવું(માત-પિતાના દોષની મુક્તિ)

ત્રીજ: બિલ્વવ્રત ગુરુ-વડીલોનું પૂજન કરી વંદન કરવા(અડદનું દાન કરવું)

ચોથ: વિનાયક વ્રત- ગણેશની પૂજા કરવી(લાડુ ધરાવી બાળકોને પ્રસાદ વહેંચવો)

પાંચમ: નામ પ્રભાકર-સૂર્યની પૂજા કરવી-એકજ અન્ન ખાવું(જે અન્ન ખાવ તે અન્નનું દાન કરવું)

છઠ્ઠ: સ્કંદ પૂજન-સૂર્યની પૂજા કરવી(૧૨ વાગે ૧૨ વખત અગ્નિમાં ઘીની આહુતિ આપવી)

સાતમ: સરસ્વતી વ્રત-ઘર સાફ કરી સાથિયો પુરવો (બાળકોને મિઠાઇ આપવી)

આઠમ: શ્યામવ્રત-પુરુષોત્તમ પુરાણની કથાકારની પૂજા કરી (દક્ષિણા આપવી)

નોમ: વિશ્વાનર વ્રત-ખીર ખાઇ ચોખાનું દાન કરવું (અગ્નિદેવ પ્રસન્ન થાય)(વ્યતિપાત) સંપુટ દાન કરવું.

દશમ: આનંદવ્રત-સોના-તાંબા કે માટીના પાત્રમાં જળભરી દાન આપવું

અગિયારસ: પરમાવ્રત-સૌભાગ્યનું વ્રત (પતિ સેવા પુરુષોત્તમનું વ્રત કરવું)

બારસ: વીરવ્રત-તીર્થ સ્નાન પૂજન કરવું(પુરુષોત્તમ વ્રત)

તેરસ: યદુવ્રત-સાંજે એકટાણું કરી (બાળકોને ગોળ-દાળિયા આપવા)

ચૌદશ: કાંસાનું દાન આપવું(શરીર શુધ્ધિ થાય છે)

અમાસ: સીધાનું દાન કરી, વસ્ત્રો આપવા

Leave a Reply