જીદ્દી ચરબી માખણની જેમ ઓગાળવી છે? તો રોજ ખાલી પેટે પીવો આ પાણી અને પછી જુઓ ચમત્કાર

ધાણા ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનું સેવન કેટલીય બીમારીઓથી બચાવાની સાથે જ તમને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. ધાણાનું પાણી પણ ખૂબ જ ઉપયોગી છે. ખાસકરીને થાઇરોઇડ અને વજન ઓછું કરવામાં તો આ રામબાણ ઇલાજની જેમ માનવામાં આવે છે. જાણો, સવારે ખાલી ધાણાનું પાણી પીવાથી કયા ફાયદા થઇ શકે છે

પાચનશક્તિમાં સુધારો કરે છે ધાણાનું પાણી
ધાણાનું પાણી પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ પાચન અગ્નિને કંટ્રોલ કરીને પેટમાં એસિડિટીના સ્તરને વધતાં અટકાવે છે જેનાથી પેટમાં દુખાવો, બળતરા, ગેસ વગેરે જેવી પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે ધાણાનું પાણી
ધાણાનું પાણી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. હકીકતમાં, ધાણાનાં પાણીમાં એક એવું તત્ત્વ મળી આવે છે જે મેટાબૉલિઝ્મની પ્રક્રિયાને સક્રિય કરે છે. તેનાથી શરીરમાં જમા થયેલ ચરબીને દૂર કરવામાં મદદ મળે છે જેનાથી તમારું વજન ઘટવા લાગે છે.

થાઇરોઇડની સમસ્યામાં ફાયદાકારક છે ધાણાનું પાણી
થાઇરોઇડનો ઘટાડો અથવા વધારો બંને પ્રકારની સમસ્યાઓમાં કોથમીરનું પાણી ફાયદાકારક માનવામાં આવે છે. હકીકતમાં કોથમીરમાં કેટલાય પ્રકારનું ખનિજ અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે, જે થાઇરોઇડ હૉર્મોનને નિયમિત કરવામાં મદદ કરે છે.

ધાણાનું પાણી બ્લડ સુગર ઓછું કરવામાં મદદરૂપ થાય છે
ધાણાના પાણીને બ્લડ શુગરને ઓછું કરવામાં અસરકારક માનવામાં આવે છે. જો કે, જેમનું બ્લડ શુગર લેવલ પહેલાથી જ ઓછું હોય તેમણે તેનું સેવન કરવાથી ટાળવું જોઇએ, કારણ કે તેનાથી તેમનું બ્લડ શુગરનું સ્તર વધારે ઓછું થવાનું જોખમ થઇ શકે છે.

ધાણાનું પાણી લિવરને સાફ કરવામાં મદદ કરે છે
ધાણાનું પાણી ઝેરી પદાર્થોને શરીરમાંથી બહાર કાઢીને શરીરને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે. એટલા માટે તેને ‘ડીટૉક્સ વૉટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ લિવરને પણ સાફ કરવામાં મદદ કરે છે.

ધાણાનું પાણી બનાવવાની પદ્ધતિ
એક ચમચી ધાણાને એક કપ પાણીમાં નાંખો અને તેને આખી રાત માટે રહેવા દો. બીજા દિવસે સવારે પાણીમાંથી બીજ કાઢી લો અને પાણીને ગાળી લો. ત્યારબાદ તે પાણીનું સવારે ખાલી પેટ સેવન કરો. આ ઉપરાંત તમે ધાણાનાં પાંદડા એટલે કે કોથમીરની મદદથી પણ પાણી બનાવી શકો છો. એટલા માટે કોથમીરને એક ગ્લાસ પાણીમાં નાંખીને તેને આખી રાત માટે રહેવા દો. બીજા દિવસે સવારે પાણીમાંથી કોથમીરના પાંદડા ગાળી લો અને તે પાણીમાં લીંબૂના ટીપાં મિક્સ કરીને તેનું સેવન કરો.

પરંતુ કોઇ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

Leave a Reply