વજન તો ઉતારશે જ, પણ સાથે આ બધી અતિ ગંભીર બીમારીઓથી બચાવશે સફરજ

‘એન એપ્પલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે’ અંગ્રેજીમાં આ કહેવત સૌથી પહેલા વર્ષ 1913માં પબ્લિશ થઇ હતી. કહેવતનો અર્થ થાય છે કે રોજ એક સફરજન ખાશો તો ક્યારેય ડોક્ટર પાસે જવાની જરૂર નહિ પડે. તેમાં વિટામિન C હોય છે જે રોગ સામે લડવાની શક્તિ આપે છે. સફરજનમાં હાજર એન્ટિઓક્સિડન્ટ શરીરમાં હાજર હાનિકારક તત્ત્વોને કંટ્રોલમાં રાખે છે. હાલમાં થયેલા રિસર્ચમાં જાણીએ કે રોજ એક સફરજન ખાવું કેમ જરૂરી છે….

સફરજન ખાવાના 5 ફાયદા:
1. હ્રદય માટે ફાયદાકારક
સફરજન હ્રદયના રોગોનું જોખમ ઓછું કરે છે. 20 હજારથી વધારે લોકો પર થયેલા રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે. જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રીશનમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, સફરજનમાં ફાઈબર અને પોલીફિનોલ હોય છે, જે કોલેસ્ટેરોલને ઓછું કરે છે અને હ્રદય રોગના જોખમને ઘટાડી દે છે. સફરજન તમારી કમરની સાઈઝ ઓછી કરે છે, જેથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હ્રદય રોગની શક્યતા ઓછી થઇ જાય છે.

2. કેન્સરનું જોખમ ઓછું કરે છે
એન્ટિઓક્સિડન્ટ અને ફ્લેવોનોઇડ્સ જેવા તત્ત્વોને કારણે સફરજનમાં ઘણા એવા ગુણ છે જે કેન્સરની વૃદ્ધિ શરીરમાં થતી અટકી જાય છે. 41થી વધારે રિસર્ચના એક રિવ્યૂ પ્રમાણે, રોજ સફરજન ખાવાથી લંગ કેન્સરનું જોખમ ઓછું થાય છે. એક અન્ય રિસર્ચ પ્રમાણે, વધારે પ્રમાણમાં શાકભાજી અને ફળ ખાવાથી કેન્સર જેમ કે સ્ટમક, કોલોન કેન્સરથી સુરક્ષા મળે છે.

3. વજન ઓછું કરવું હોય તો સફરજન ખાઓ
વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે, સ્થૂળતા જેવી બીમારીઓ માટે સફરજન બેસ્ટ છે. રોજ સફરજન ખાવાથી આંતરડાંમાં રહેલા શરીર માટે ફાયદાકારક બેક્ટેરિયાને પોષણ મળે છે.તે પાચનશક્તિ વધારે છે. માણસનું પેટ ભરેલું હોય તેવું લાગે છે આથી સ્થૂળતા કંટ્રોલ થાય છે.

4. ફેફસાંને સ્વસ્થ રાખે છે
બ્રિટનમાં થયેલા રિસર્ચ પ્રમાણે, સફરજન તમારા ફેફસાંને પણ સ્વસ્થ રાખે છે. જે લોકો અઠવાડિયાંમાં પાંચ વાર સફરજન ખાય છે તેમના ફેફસાં સારી રીતે કામ કરે છે. નોટિંઘમ યુનિવર્સિટીના સંશોધકો પ્રમાણે, સફરજન ફેફસાં અને શ્વાસ સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ ઓછું કરે છે. તે શરીરને સ્વસ્થ રાખતા પોષક તત્ત્વોથી ભરપૂર છે.

5. બ્રેન પાવર વધારે છે
અન્ય એક રિસર્ચ પ્રમાણે, સફરજનથી તમારો બ્રેન પાવર પણ વધે છે. સફરજન વિશે એક અફવા પણ છે કે, જેટલું કેફીન એક કોફીમાં હોય છે તેનાથી વધારે સફરજનમાં હોય છે, પરંતુ આ સત્ય નથી. તેમાં પ્રાકૃતિક શુગર હોય છે જે તમને એનર્જી આપે છે. હવે નેક્સ્ટ ટાઈમ બપોરે કોફી પીવાનું મન થાય તો તેની બદલે એક સફરજન ખાઓ. કોફી કરતાં સફરજન વધારે ફાયદાકારક છે.

Leave a Reply