લસણની એક નાનકડી કળીને આ રીતે અજમાવી મેળવો અતિગંભીર બીમારીઓથી છુટકારો

આજના સમયમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય સારું રહે. એવામાં તમારી હેલ્થનું ધ્યાન રાખવા આજે તમને લસણ કેટલાક અસરકારક નુસખાઓ જણાવીશું. જેને નોંધી લેવાથી નાની-મોટી તકલીફોમાં તમે તેનો ઉપયોગ કરી શકશો અને કડવી દવાઓ ખાધાં વિના સસ્તામાં ઘરે જ ઈલાજ કરી શકશો. લસણ અનેક રોગોમાં રામબાણ દવાનું કામ કરે છે. રોજની ડાયટમાં લસણ ખાવાથી ગજબ ફાયદા મળે છે. ચાલો જાણી લો.

 • એક કળી લસણના કટકા કરી આખી રાત 1 કપ પાણીમાં પલાળી રાખો. આ પાણી સવારે ખાલી પેટ લેવાથી કોલેસ્ટ્રોલ, હ્રદયરોગ તથા સંધિવામાં લાભ થશે.
 • 50 ગ્રામ લસણને વાટીને તેને 100 ગ્રામ સરસિયાના તેલમાં, તલના તેલમાં અથવા જૈતૂનના તેલમાં ઉકાળી ગાળી લો. આના પ્રયોગથી સોજામાં, દર્દમાં લાભ થાય છે. કાનમાં દર્દ હોય તો આ તેલમા 3-3 ટીપાં કાનમાં પણ નાખી શકો છો.
 • જ્યાં ઓક્સિજનની કમી હોય ત્યાં લસણને તાવીજની માફક ગળામાં લટકાવી રાખવાથી રાહત મળે છે.

 • આંતરડાનાં કેન્સરથી પીડાતી વ્યક્તિ ડોક્ટરની સલાહ પ્રમાણે લસણનો ઉપયોગ કરે તો કેન્સર સામે લડી શકે છે. લસણમાં ફ્રી રેડિકલ્સને રોકવાની શક્તિ છે.
 • ખીલ પર લસણનો રસ કાઢી તેમાં થોડું પાણી મિક્સ કરીને નિયમિત લગાવશો તો ધીમે ધીમે ખીલ દૂર થઈ જશે અને સ્કિન પર ડાઘ પણ નહીં રહે.
 • લસણનું તેલ હથેળી અને પગમાં લગાવવાથી મચ્છરો પાસે આવતા નથી અને કરડતા નથી. સાથે જ ત્વચા પણ સુંવાળી થાય છે.
 • લસણમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. જેથી જો તમને ખીસ-ફોડલીની સમસ્યા રહેતી હોય તો તમારે સેવન કરવું જોઈએ.

 • કોલેસ્ટ્રોલના દર્દી માટે પણ લસણ અત્યંત ફાયદાકારક હોય છે. આ લોહીને પાતળું કરવામાં મદદ કરે છે અને શરીરમાં લોહી ઘટ્ટ થવાથી રોકે છે.
 • સરસિયાના તેલમાં લસણની કળી નાખી ઉકાળીને આ તેલ કાનમાં નાખવામાં આવે તો કાનના દુખાવામાં તરત જ રાહત મળે છે. બાળકો માટે પણ આ રીતે ઉપયોગ કરી શકાય છે.

 • ઠંડી અથવા બદલાતા મોસમમાં મોટાભાગે કોઈપણ ઉંમરના લોકોને કફ અને ઉધરસની સમસ્યા થતી હોય છે આવામાં જો તમે લસણનો નિયમિતપણે ઉપયોગ કરો તો આવી નાની-નાની સમસ્યાઓ તમારાથી દૂર રહશે.
 • નિયમિત લસણ આરોગવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. એસિડિટી અને ગેસ્ટ્રિકની સમસ્યા પણ દૂર થાય છે. હૃદયની બીમારીઓ સાથે તાણ પણ દૂર થાય છે.
 • હાથ-પગમાં કળતર થતી હોય તો લસણ અને સૂંઠને ઘીમાં શેકી મધ સાથે થોડા દિવસ ખાવાથી કળતર દૂર થાય છે.

Leave a Reply