મહામારીના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે આપે છે બીજા અગણિત ફાયદા આ એક ઔષધિ

કોરોનાથી બચવા માટે ઘણી વખત કહેવામાં આવે છે કે રોગ પ્રતિકારક શક્તિને વધારો. એવામાં લોકો ઘણી ઔષધીઓનું સેવન કરે છે. જેમા ગિલોયનો રસ પણ સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે ગિલોયનો રસનું સેવન ન માત્ર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પરંતુ અન્ય કેટલીક બીમારીઓને દૂર કરવા માટે થાય છે. તો આવો જોઇએ ગિલોયનો રસ પીવાથી શું ફાયદા થાય છે.

કેટલીક રિસર્ચમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે ગિલોયનો રસનું શવેન શરીરમાં થનારી એંઠન અને જકડનમાં ફાયદો પહોંચાડે છે કેટલીક વખત મેડિકલ ટ્રીટમેન્ટ બાદ પણ દર્દીના શરીર જકડાઇ જાય છે. આ સ્થિતિમાં ગિલોયનો રસ ફાયદાકારક છે.

આજકાલ વૃદ્ધોની સાથે યુવાઓ અને સાંધાના દુખાવાની ફરિયાદ રહે છે. જેના માટે ડોક્ટર ઘણી હેલ્ધી ખાણીપીણી અને લાઇફસ્ટાઇલ અપનાવવા જણાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગિલોયનો રસના સેવનથી સાંધાના દુખાવાને ઓછો કરી શકાય છે. તેમા એન્ટી અર્થરાઇટિસ ગુણ હોય છે જે દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. ઘરમાં રહેતા વૃધ્ધોને ગિલોયના રસનું સેવન કરાવવાથી તેમને થતા સાંધાના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે.

ગિલોયમાં રહેલા એન્ટી માઇક્રોબિયલ ગુણ જે શરીરમાં કોઇપણ પ્રકારના બેક્ટેરિયાને જવાથી રોકે છે. જેના કારણથી તે સંક્રમક બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે. જ્યારે ગિલોય ઇજાને સારી કરવામાં પણ મદદ કરે છે. તેનું કારણ ગિલોયનું એન્ટીમાઇક્રોબિયલ ગુણ છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ગિલોયના રસનું સેવન ડાયાબિટિસના દર્દી પણ આરામથી કરી શકે છે. તેને પીવાથી બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસની સમસ્યાને વધવાથી રોકે છે.

Leave a Reply