અનિંદ્રા, થાઇરોઇડ અને શ્વાસ ચડવા જેવી સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે તમારા રસોડામાં

ખસખસમાંથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ સિવાય તે ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. તેમાં સારી માત્રામાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન મળી રહે છે. ખસખસને ડાયટમાં સામેલ કરવાથી ઓવરઓલ હેલ્થ સારી રહે છે. ખસખસમાં અલ્કેલાઈડ્સ હોય છે. જે દુખાવાની પ્રોબ્લેમને દૂર કરે છે. ખસખસનું તેલ પણ બજારમાં મળે છે. તેને દુખાવાવાળા ભાગે લગાવવાથી રાહત મળે છે.


શ્વાસની સમસ્યા
ખસખસ શ્વાસની બીમારી માટેનો બેસ્ટ ઈલાજ છે. તે ખાંસી દૂર કરવામાં અને અસ્થમાને દૂર કરવામાં મદદ કરે છે. તમે તેના ફાયદા માટે રોજ દૂધમાં અડધી ચમચી ખસખસ મિક્સ કરીને પી શકો છો.


સ્કિન માટે
આર્યુર્વેદમાં પણ સુંદરતા વધારવા માટે ખસખસને ફાયદાકારક જણાવવામાં આવી છે જો આને દહીં અથવા મધ સાથે મેળવીને લગાવવામાં આવે તો આ એક શ્રેષ્ઠ સ્ક્રબ તરીકે કામ કરે છે. એટલે કે ખસખસ ડેડ સ્કિનને પણ રિમૂવ કરવામાં મદદ કરે છે.

થાઈરોઈડ
આજકાલ મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા એકદમ કોમન થઈ ગઈ છે. આ પરેશાની દૂર કરવા માટે ખસખસ બેસ્ટ ઉપાય છે. ખસખસમાં સેલેનિયમ હોય છે. જે થાઈરોઈડની સમસ્યા દૂર કરવામાં કારગર છે. જેથી રોજ અડધી ચમચી ખસખસ તમારી ડાયટમાં સામેલ કરો.

અનિદ્રા દૂર કરવા
ખસખસ ઊંઘથી જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેના સેવનથી રાતે સારી ઊંઘ આવે છે. તેના માટે રોજ રાતે 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી ખસખસ નાખીને પીવો.

ઈમ્યૂનિટી વધારે છે
ખસખસમાં કોપર, કેલ્શિયમ, આયર્ન જેવા તત્વ હોય છે. આ શરીરને બીમારીઓ સામે લડવાની તાકાત વધારે છે. ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. આ શરીરને અંદરથી મજબૂત બનાવે છે.

કબજિયાતમાં રામબાણ
ખસખસ ફાઈબરનો બેસ્ટ સોર્સ છે. ખસખસનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે. રોજ ખસખસનું સેવન કરવાથી પાચનતંત્ર સુધરે છે.

Leave a Reply