સરસિયાનું, કપાસિયા, કે પછી સીંગતેલ? કયા તેલમાં રાંધેલું ભોજન સ્વાસ્થ્ય માટે છે વધારે ફાયદાકારક

સરસોનું તેલ, કનોલા ઓઇલ, કોપરેલ, એવોકાડો ઓઇલ, સીંગતેલ, ઓલિવ ઓઇલ, અળસીનું તેલ, પામોલીન ઓઇલ, યાદી બહુ લાંબી છે. ભોજન બનાવવા માટે તેલના ઘણા વિકલ્પ છે, પરંતુ સ્વાસ્થ્ય માટે કયું તેલ સૌથી વધુ ફાયદાકારક છે. ખાનપાન અને સ્વાસ્થ્ય બાબતે ચિંતિત રહેતા લોકો માટે આ બહુ મોટો સવાલ છે. ભોજન બનાવવા માટે મોટાભાગે ફળ, છોડ, બીજ જે નટ્સના તેલનો ઉપયોગ થાય છે. તેને પીસીને દબાવીને પીસીને તેમાંથી તેલ કાઢવામાં આવે છે. તેલની સૌથી મોટી ખૂબી એ છે કે, તેમાં ફેટની માત્રા બહુ હોય છે. તેમાં સેચુરેટેડ ફેટ, મોનોસેચુરેટેડ ફેટ અને પોલીઅનસેચુરેટેડ ફેટી એસિડનો સમાવેશ થાય છે.

કેટલાંક વર્ષો પહેલાં સુધી કોપરેલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ ગણાતો હતો. ઘણા લોકોએ તો તેને સુપર ફૂડ ગણાવી દીધું હતું. કેટલાક લોકોનો દાવો હતો કે, આ તેલની શરીરમાં ચરબી સ્વરૂપે જમા થવાની શક્યતા બહુ ઓછી હતી, પરંતુ હાવર્ડ યૂનિવર્સિટીના એક રિસર્ચે કોપરેલને ‘વિશુદ્ધ ઝેર’ ગણાવ્યું. કારણકે માણસનું શરીર વધારે ફેટ પચાવી શકતું નથી એટલે શરૂરમાં વધારે ચરબી જમા થવા લાગે છે, જેના કારણે હાર્ટની બીમારી અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓની શક્યતા રહે છે.

બ્રિટન સરકારની ગાઇડલાઇન અનુસાર, કોઇપણ પુરૂષે દિવસમાં ત્રીસ ગ્રામ અને મહિલાએ વીસ ગ્રામ કરતાં વધારે તેલનું સેવન ન કરવું જોઇએ. કારણકે તેલમાં જે ફેટ હોય છે, તે ફેટી એસિડના કણો સાથે મળીને મને છે. આ ફેટી એસિડ કાંતો સિંગલ બોન્ડથી જોડાયેલ હોય છે, જેને સેચુરેટેડ ફેટ કહેવાય છે અથવા ડબલ બોન્ડ સાથે જોડાયેલ હોય છે, જેને અનસેચુરેટેડ ફેટ કહેવાય છે. જે ફેટી એસિડની નાની શ્રૃંખલા સાથે બંધાયેલ હોય છે, જે લોહીમાં સીધા ભળી જાય છે અને શરીરની એનર્જીની જરૂર પૂરી કરે છે. પરંતુ લાંબી ચેન વાળા ફેટી એસિડ સીધા લિવરમાં જાય છે. જે આપણા લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે.

કોપરેલ બાબતે થયેલ રિસર્ચ જણાવે છે કે, તેનાથી શરીરમાં લો ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) ની માત્રા વધી જાય છે. LDL નો સીધો સંબંધ હાર્ટ અટેક સાથે છે. જોકે કોપરેલમાંથી હાઇ ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) પણ મળે છે, જે લોહીમાંથી LDL ખેંચી લે છે. વર્જિનિયાની જૉર્જ મેસન યૂનિવર્સ્ટીના પ્રોફેસર ટેલર વૉલેસ જણાવે છે કે, HDL માં લૉરિક એસિડ નામનું કેમિકલ હોય છે, જેને C12 ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ લૉન્ગ ચેનવાળું ફેટી એસિડ હોય છે, જે લિવરમાં જમા થઈ જાય છે. જેનાથી સ્વાસ્થ્ય આધારિત સમસ્યા ઊભી થઈ શકે છે.

એટલે, જાણકારો કહે છે કે, જે તેલમાં સેચુરેટેડ ફેટની માત્રા ઓછી હોય, તેનાથી ભોજન સારું બને છે અને તેને પણ ઓછી માત્રામાં જ ખાવું જોઇએ. પોલીઅનસેચુરેટેડ ફેટ અને ઓમેગા- 3, 6 ફેટવાળું ભોજન વધારે સારું રહે છે. તેનાથી લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી જાય છે અને શરીરને જરૂરી ફેટી એસિડ અને વિટામિન મળી જાય છે. પોલીઅનસેચુરેટેડ અને મોનોસેચુરેટેડ ફેટવાળાં ફેટી એસિડ ઘણાં તેલમાં હોય છે. તેની માત્રા છોડ અને તેલ કાઢવાની પ્રક્રિયા પર નિર્ભર કરે છે.

એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, ઓલિવ ઓઇલ હાર્ટની બીમારીઓની આશંકાને પાંચથી સાત ટકા સુધી ઘટાડી દે છે. હાવર્ડ યૂનિવર્સિટીના ટીએચ ચેન સ્ફૂલ ઓફ પબ્લિક હેલ્થના વૈજ્ઞાનિક માર્ટા ગૉશ ફેરેએ 24 વર્ષ પહેલાં એક લાખ લોકો પર રિસર્ચ કર્યું હતું. જેમાં તેમને જાણવા મળ્યું હતું કે, જે લોકો નિયમિત ઓલિવ ઓઇલનો ઉપયોગ કરે છે, તેમનામાં હાર્ટની બીમારીઓની શક્યતા 15% સુધી ઘટી જાય છે. જૈતૂનના તેલના ફાયદાઓનું મોટું કારણ તેમાં મળતાં મોનોસેચુરેટેડ ફેટી એસિડ છે, જેમાં વિટામિન, મિનરલ્સ, પોલીફેનોલ્સ અને છોડોમાંથી મળતાં બીજાં માઇક્રોન્યૂટ્રિએટ્સ હોય છે. માર્તા જણાવે છે કે, ઓલિવ ઓઇલના ઉપયોગથી આપણા ભોજન સાથે જોડાયેલ અન્યા નુકસાનકારક ફેટી એસિડમાંથી છૂટકારો મળે છે.

ઓલિવ ઓઇલ
જૈતૂનને ફોડીને તેના જરબમાંથી ઓલિવ ઓઇલ કાઢવામાં આવે છે. તેને સૌથી શ્રેષ્ઠ તેલ માનવામાં આવે છે. જે આપણા પેટના બેક્ટેરિયા માટે પણ સારુ ગણાય છે. તેનાથી હાર્ટની બીમારીઓ પણ ઘટવા લાગે છે. ઓલિવ ઓઇલ ખાવાથી કેન્સર અને ડાયાબિટીસથી બચવાનો દાવો કરવામાં આવે છે. સ્પેનની વેલેન્શીયા યૂનિવર્સિટીના પ્રોફેસર ફ્રાંસિસ્કો બાર્બા જણાવે છે કે, જૈતૂનના તેલમાં મળતાં ફેટી એસિડ અને બીજાં તત્વો આપણને સંક્રામક બીમારીઓથી બચાવે છે, કારણકે તેમાં એ તત્વો હોય છે, જેની આપણા શરીરને બહુ જરૂર હોય છે.

ભૂમધ્ય સાગરની આસપાસ રહેતા લોકો ઓલિવ ઓઇલનો ભરપૂર ઉપયોગ કરે છે. તેને મેડિટેરેનિયન ડાયટનો અતૂટ હિસ્સો માનવામાં આવે છે અને મેડિટેરેનિયન ડાયટને વિશ્વનો સૌથી હેલ્ધી ડાયટ માનવામાં આવે છે. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ ડાયટને હેલ્ધી હોવાનું સૌથી મોટું કારણ છે, જૈતૂનનું તેલ જ છે. પરંતુ માર્ટાનું કહેવું છે કે, દુનિયાના બીજા વિસ્તારોની સરખામણીમાં ભૂમધ્ય સાગરની આસપાસ ખાન-પાનમાં સૂકામેવા, ફળ અને શાકભાજીની માત્રા પણ વધારે હોય છે. તો હેલ્થ બાબતે મેડિટેરેનિયન ડાયટ સૌથી સારું સાબીત થવ પાછળ માત્ર ઓલિવ ઓઇલ જ નહીં પરંતુ પૂરેપૂરું ખાનપાન જવાબદાર છે.

તેલ ઓછી માત્રામાં ખાવું જ યોગ્ય
રિસર્ચરોને જાણવા મળ્યું કે, અન્ય ક્ષેત્રોની સરખામણીમાં, ભૂમધ્ય સાગરીત ક્ષેત્રનું ડાયટ લેવાથી લોહીમાં ગ્લૂકોઝનું લેવલ ઓછું હોય છે. કેટલાક લોકો દાવો કરે છે કે, એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ લેવું પણ ખૂબજ ફાયદાકારક છે. પરંતુ હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે, ભલે તેમાં એન્ટી ઓક્સિડેન્ટ અને વિટામિન ઈની માત્રા વધારે હોય, પરંતુ આ બહુ ઓછા તાપમાને ગરમ થઈ જાય છે. જેનાથી ઘણાં પોષક તત્વો નાશ પામે છે, એટલે તેને કાચુ ખાવું જ ફાયદાકારક છે.

2011 માં યૂરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટીએ ઓલિવ ઓઇલ બનાવતા લોકોને એ વાતની મંજૂરી આપી દેવામાં આવી હતી કે, તેઓ આ તેલથી ઑક્સિડેટિવ તણાવ ઓછો કરવાનો દાવો કરી શકે છે. આ રીતે એસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલને પણ ધીમી આંચે રાંધી ઉપયોગમાં લઈ શકાય છે.

જોકે, તેલ કોઇપણ હોય, ઓછી માત્રામાં ખાવું જ હોય છે. આ સ્ટોરીમાં વેસ્ટર્બ ડાયટ અને ત્યાંના ખાન-પાનના આધારે રિસર્ચ કરવામાં આવ્યું. ભારતમાં સરસોનું તેલ, સીંગતેલ, અળસીનું તેલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. જેના પરથી એ જાણવા મળે છે કે, તેલ કોઇપણ ખાઓ, તેને વધારે પડતું ગરમ ન કરો. વારંવાર ગરમ કરી તેનો ઉપયોગ ન કરવો અને સંયમિત થઈએ જ તેલનો ઉપયોગ કરવિ. હે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.

Leave a Reply