નાની ઉંમરે થતા સફેદ વાળને રોકશે આ એક રસોડાની વસ્તુનું પાણી, જાણો ઉપયોગ કરવાની સાચી રીત

ભાગમદોડ અને વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે મહિલાઓ તેમના સ્વાસ્થ્ય અને સુંદરતા પર ધ્યાન આપી શકતી નથી. જેને લઇને કેટલીક સમસ્યાઓ થવા લાગે છે. જેમાથી એક છે વાળની સમસ્યા. કેટલીક મહિલાઓને વાળ ખરવાની, વાળ બરછટ થઇ જવા જેવી સમસ્યાઓ થતી હોય છે.


જો તમે ચમકીલા અને સુંદર વાળ ધરાવવાની ઇચ્છા રાખો છો તો ઘરમાં રાખેલી ચા પત્તી તમારી આ ઇચ્છા પુરી કરી શકે છે. ચા પત્તીનું પાણી વાળમાં લગાવવાથી તમારા વાળ શાઇન કરવા લાગશે. તે સિવાય યુવા વર્ગની સૌથી મોટી સમસ્યા સફેદ વાળની સમસ્યાથી પણ છૂટકારો મળી શકે છે.

– સૌ પ્રથમ થોડૂંક પાણી લો. તેમા 6 ચમચી ચા પત્તીને મિક્સ કરી લો. હવે તેને બરાબર રીતે ઉકાળી લો. આશરે તેને 30 મિનિટ સુધી આ પાણીને ઉકાળો.

– તે બાદ ગેસની આંચ બંધી કરી લો. હવે જ્યારે આ પાણી ઠંડુ થઇ જાય એટલે તેને ગાળી લો.

– હવે આ પાણીને તમે તમારા વાળમાં લગાવો. તમે આ પાણીમાં ઇચ્છો તો કોફી પણ મિક્સ કરી શકો છો.

– આમ કરવાથી સફેદ વાળની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. સાથે તમને અન્ય ફાયદા પણ થશે.

– જેમ કે ખરતા વાળની સમસ્યા ઓછી થશે. વાળ ભરાવદાર થશે. બરછટ વાળની સમસ્યા પણ ગાયબ થશે.

Leave a Reply