વા, વાયુ અને કફદોષથી છુટકારો મેળવવો છે? જો હા,તો આ રહ્યા સરળ ઘરેલુ ઉપચાર

વાયુ વિકારથી થતાં રોગો

કમરનો દુખાવો, સાંધા દુઃખવા, વંધ્યત્વ, કસુવાવડ, શરીરમાં દુખાવો, અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી બરછટ થઈ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે.

વા અને વાયુ માટેના ઉપાયો

  • 15-20 ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે.
  • અજમો તવી પર ગરમ કરી, સમભાગે સિંધાલૂણ સાથે પીસી 3 ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે.
  • આદુનો રસ, લીંબુનો રસ અને સિધાલૂણ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી વાયુ મટે છે અને ખાધેલું પચી જાય છે.

વાયુ અને કફદોષ

  • 10-10 ગ્રામ આદુના અને લીંબુના રસમાં 1.5 ગ્રામ સિધાલૂણ મેળવી સવારે પીવાથી વાયુ મટે છે.
  • ગોળ નાખેલું દહીં વાયુ મટાડે છે.
  • ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો કરી પીવાથી વાયુ દૂર થાય છે, અને સારી ભુખ લાગે છે.
  • મરી અને લસણને પીસી ભોજનના પહેલા કોળીયામાં ઘી સાથે ખાવાથી વાયુ મટે છે.

Leave a Reply