વજન ઉતારવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારશે અમારા દીદીમાના નુસખા

ભાઈ અમારા દાદીમા તો કહે છે, કે રસોડામાં હાજર વસ્તુઓ રોગ પ્રતિકારક શક્તિઓથી ભરપૂર છે. જો રસોડાની વસ્તુઓના ગુણધર્મોને સારી રીતે જાણી લેવાય, તો કોઈ બીમારીની તાકાત નથી કે તમને ડોક્ટરના દ્વારે મોકલે. દાદીમા કહે છે, તેમના સમયમાં જયારે પણ વાતાવરણ પલટો ખાય કે શરદી-ગરમી જેવી મિક્સ સીઝન હોય, ત્યારે તેઓ આ વસ્તુઓ વાપરીને ઉકાળો બનાવતા હતા, જે આજે અમે તમને જણાવવા જય રહ્યા છીએ.

તજ:
તજ એ એક સર્વગુણ સંપન્ન મસાલો છે જેની સુગંધ મનને શાંતિ આપે છે. જોકે તજનો ઉપયોગ સામાન્ય મસાલા તરીકે થાય છે, પરંતુ તેના ગુણધર્મોને કારણે તે દવાની જેમ કામ કરે છે. અડધી ચમચી તજ પાવડર એક ગ્લાસ પાણીમાં ઉકાળો.

જ્યારે પાણી બરાબર ઉકળે છે ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો અને થોડો સમય ઠંડુ થવા દો, ત્યારબાદ તેમાં મધ મિક્ષ કરીને પીવાથી શરદીથી રાહત મળે છે. તજનું સેવન હ્રદયરોગથી બચાવવા માટે સક્ષમ છે. તે કોલેસ્ટરોલને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે.

લવિંગ
જો ગળામાં દુખાવો, કફ, શરદીની સમસ્યા હોય તો લવિંગને બારીક પીસી લો, કાળા મરી, આદુ અને ગોળ પાણીમાં નાખીને ઉકાળો.

તેમાં તુલસીના પાન પણ ઉમેરો. જ્યારે ઉકળતું પાણી અડધુ રહે છે, તો સમજો કે તમારો ઉકાળો તૈયાર છે. ગાળી લો અને નવસેકું પીવો.

કાળા મરી
એક ચમચી મરી અને ચાર ચમચી લીંબુનો રસ ઉમેરીને એક કપ પાણી ઉકાળો. દરરોજ સવારે ખાલી પેટ પર પીવાથી પેટની ચરબી ઓછી થાય છે.

તેમજ શરદીમાં પણ ફાયદાકારક છે.

અજમો
અજમો પેટની સમસ્યામાં મદદ કરે છે. જો તમને પેટ સંબંધિત સમસ્યા હોય તો એક ગ્લાસ પાણી ઉકાળો.

અડધી ચમચી અજમો અને ગોળ પાણીમાં બોઇલ કરો. તેને ગેસ પરથી ઉતારી લો અને થોડું ઠંડુ થાય પછી પીવો. આ પાચનમાં મદદ કરે છે.

નોંધ:
મસાલાઓની પ્રકૃતિ ખૂબ જ ગરમ હોય છે, તેથી વધુ પ્રમાણમાં સેવન ન કરો. વધુ માત્રામાં પીવાથી પેટમાં બળતરા થાય છે. જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ થાય, તો પછી ડૉક્ટરની સલાહ લીધા પછી જ લો.

Leave a Reply