પેટની ચરબી માખણની જેમ ઓગાળતું ઔષધિયુક્ત પાણી (Detox Water), બનાવો આ રીતે

જેમ તમે રોજ તરસ લગતા માટલાનું પાણી પીવો છો, તેવી રીતે જયારે પણ તરસ લાગે કે પાણી પીવાનું મન થાય, ત્યારે આ જ પાણી પીવો. આ પાણીમાં આદુ, ફુદીનો, અજમો અને શેકેલા જીરાના પાવડરનો ઉપયોગ કર્યો છે. આ ચારેય ઔષધિ તમારી મેટેબોલિઝમ એટલે કે પાચનતંત્રને સક્રિય બનાવે છે. તમારું પાચનતંત્ર જેટલું સક્રિય હશે, ખોરાક એટલો જ સારી રીતે પચશે અને ચરબીમાં રૂપાંતર નહિ પામે. સવારે એક સોસરમાં આ પાણી બનાવી લો અને થર્મોસમાં ભરી લો. આખો દિવસ આ જ પાણીનું સેવન કરો.

સામગ્રી:

• 1 આખી ચમચી અજમો
• 1 આખી ચમચી શેકેલા જીરાનો પાવડર
• 1 આખી ચમચી છીણેલું આદુ
• 1 મુઠ્ઠી ફુદીનાના પાન
• 1 સોસર ભરીને પાણી

બનાવવાની રીત:

• સૌ પ્રથમ પાણીને ગરમ થવા દો
• પાણી ગરમ થાય એટલે તેમાં સૌ પ્રથમ અજમો અને જીરાનો પાવડર નાંખો
• પાણી થોડું ઉકળે એટલે તેમાં છીણેલું આદુ ઉમેરો
• હવે પાણીને 20 મિનિટ સુધી ઉકાળવા દો

• પાણીનો રંગ બદલાય એટલે તેમાં ફુદીનાના તાજા પાન ઉમેરો
• ફુદીનો ઉમેર્યા બાદ પાણીને બીજી 10 મિનિટ સુધી ઉકાળો
• હવે ગેસ બંધ કરી પાણીને થોડું ઠારવા દો
• પાણી ઠરે એટલે થર્મોસમાં ભરી લો અને આખો દિવસ આ પાણીનું સેવન કરો

Leave a Reply