લગ્ન જીવનને કેવી રીતે સુખી બનાવવું? રિલેશનશિપ એક્સપર્ટની આ 5 સલાહ કામ લાગશે

દરેક વૈવાહિક જીવનમાં નાની-મોટી સમસ્યાઓ તો સર્જાતી રહે છે, પરંતુ જો સમયસર તેને દૂર ન કરવામાં આવે તો તે મોટા ઝગડાનું સ્વરૂપ લઇ લે છે. મોટાભાગના લોકો તેમના અંગત જીવન વિશે ખુલીને વાત કરવાનું ટાળે છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે, રિલેશનશિપ એક્સપર્ટની કેટલીક સલાહ લોકો માટે ઉપયોગી થઈ શકે છે. ચાલો તેમના વિશે જાણીએ.

 હંમેશાં વાતો કરતા રહો – કોઈપણ સમસ્યાને દૂર કરવાની પહેલ વાતચીત દ્વારા થાય છે. જો તમે તમારા પાર્ટનર સાથે આ મુદ્દે ખુલીને વાત નહીં કરો તો સમસ્યા ક્યારેય હલ થશે નહીં. ફક્ત વાત કરીને જ તમે જીવનસાથીની લાગણીઓને સમજી શકો છો અને તમે તમારી લાગણીઓને સમજાવી શકો છો. રિલેશનશિપમાં મુશ્કેલી ત્યારે જ આવે છે જ્યારે યુગલો વાત કરવાનું બંધ કરે છે.

મુદ્દાને મોટો ન બનાવો – યુગલો વચ્ચે ઝગડા થાય તે સામાન્ય બાબત છે. સ્વસ્થ સંબંધ માટે તે જરૂરી પણ છે, પરંતુ એક જ મુદ્દા પર વારંવાર લડવાથી મામલો મોટો થાય છે અને પછી સંબંધોમાં અંતર આવવાનું શરૂ થાય છે. કોઈ પણ બાબતમાં તમારા બંનેના મત જુદા હોઈ શકે છે. જીવનસાથીના વિચારોને અવગણવાને બદલે, તેમને સમજવાનો પ્રયાસ કરો.

ઘરના કામ એક સાથે કરો – કપડાં ધોવા, વાસણો અથવા છાજલીઓ સાફ કરવા જેવા કાર્યોમાં તમારા જીવનસાથીને મદદ કરો. જ્યારે તમે બંને ઘરે હોવ ત્યારે તમારું કામ શેર કરો. આ કોઈ એક પર વધારે કામનો બોજ નહીં આવે અને તમે બંને એકબીજાની નજીક આવી જશો.


એકબીજાની પ્રશંસા કરો– દરેક વ્યક્તિ તેનો જીવનસાથી તેની પ્રશંસા કરે તેવી અપેક્ષા રાખે છે. એકબીજાની પ્રશંસા અને વખાણકરવાથી, તમે બંને હંમેશા હકારાત્મક રહેશો. આને લીધે, નાની સમસ્યાઓને અવગણી શકશો.

એકબીજાને પ્રાધાન્ય આપો – જીવનસાથી પાસેથી ફક્ત તમારી અપેક્ષાઓને જ પ્રાધાન્ય આપશો નહીં, પણ તેમની અપેક્ષાઓ સમજી તેનો આદર કરો.

Leave a Reply