આ ટિપ્સને ફોલો કરી બનાવો હોટલ જેવા પાંઉ-ભાજી, આંગળા ચાટતા રહી જશો

પાઉં-ભાજી ખાવી દરેક લોકોને પસંદ હોય છે. પરંતુ ઘણી વખત ઘરે બનાવેલી ભાજીમાં હોટલ કે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવતો નથી, તો આજે અમે તમારા માટે બહાર જેવી પરફેક્ટ ભાજી કેવી રીતે બનાવાય તેની ટિપ્સ લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે.

– સૌ પ્રથમ બટેટા, ગાજર અને ફુલાવરને કૂકરમાં 2-3 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.
– શાક વધારે સીજી ગયું હોય તો તેનાથી ડરશો નહીં. ભાજી બનાવતા સમયે તેને બરાબર મેશ કરવાનું છે.
– કેપ્સિકમ પણ તમે સામેલ કરી શકો છો.
– ડુંગળીને ઝીણી સમારી લો.
– ડુંગળી જેટલી વધારે હશે એટલો વધારે સ્વાદ આવશે.
– આદુ- લસણની પેસ્ટ ઉમેરવાની ન ભૂલશો.
– મસાલામાં માત્ર હળદર, મીઠું, પાવ ભાજી મસાલો અને ગરમ મસાલો જ મિક્સ કરો.
– ઝીણી સમારેલી ડુંગળી અને કોથમીર થાળીમાં એક સાથે રાખી દો.
– લીંબુ અને મરચાનેને સ્લાઇસમાં કટ કરીને સાથે રાખી દો.

Leave a Reply