ફિટ એન્ડ ફાઇન રહેવાની ઉપયોગી ડાયટ ટિપ્સ, તમે પણ જાણી લો

આજની ભાગદોડવાળી જિંદગીમાં દરેક વ્યક્તિ પોતાના કામમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે પોતાના સ્વાસ્થ્યનો પૂરતો ખ્યાલ રાખી શકતી નથી. જો તમારું સ્વાસ્થ્ય સારું હોય તો તમે કામ પણ પરફેક્ટ રીતે કરી શકશોે. કેટલાક લોકો વજન ઓછું કરવા કલાકો સુધી જિમમાં જઈ પરસેવોે પાડતા હોય છે. ડાયટિંગ કરતા હોય છે. વજન ઓછું કરવાની દવાઓ પણ ખાતા હોય છે. જો તમે નિયમિતપણે ડાયટ ચાર્ટને વળગી રહેશો તો તમારું વજન આપમેળે ઓછું થઈ જશે.

વજન ઓછું કરવા માટે એક મર્યાદાથી ઓછી કેલરીવાળો ખોરાક ન લેવો જોઈએ. એટલી કેલરી તો મળવી જ જોઈએ કે જેથી તમારું મગજ વ્યવસ્થિત રીતેે કામ કરે ને શરીર થાકે નહીં. બહેનોને સરેરાશ રોજની લગભગ ૧૨૦૦થી ૧૮૦૦ કેલરીની જરૂર હોય છે. આટલી કેલરી ખોરાકમાં લેવાતી રહે તો એ રોજેરોજ વપરાતી રહે છે અને ચરબી નથી જામતી.

ત્રણ મુખ્ય ભોજનઃ નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું ભોજન ૩૦૦થી ૩૫૦ કેલરીવાળું રાખવું. તેમજ સ્ફૂર્તિલાં પીણાં તરીકે ગ્રીન ટી પીવી જોઈએ. ગ્રીન ટી વજન ઓછુ કરવામાં મદદરૂપ થાય છે. યાદ રાખો કે જે પણ ભોજન લો તે ઘઉંમાંથી બનેલું હોવું જોઈએ અથવા તો બ્રાઉન ભાત હોવા જોઈએ. મેંદો કે સફેદ ભાત ન ખાવા જોઈએ.

તમે તમારા નાસ્તા, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું આ રીતે નક્કી કરોઃ

સવારે ઊઠતાની સાથે : ઓછામાં ઓછું બે ગ્લાસ અને વધુમાં વધુ એક લિટર નવશેકું પાણી પીવું જોઈએે

કોગળા કરવા : આ એક યોગનું કાર્ય છે. આમાં લગભગ બે લિટર પાણી પીધા પછી ઊલટી કરવાની હોય છે. જો બીપીની તકલીફ ન હોય તો પાણીમાં માપસરનું મીઠું પણ ઉમેરી લેવું.

નાસ્તાઃ ઓટ્સમાં ડુંગળી, લસણ, તજ, કલૌંજી તેમજ બ્રોકલી અથવા તો કોર્નફ્લેક્સ અને દૂધને જો તમે માંસાહારી હોવ તો ત્રણથી ચાર બાફેલાં ઈંડાં. આમાં સિઝન પ્રમાણે શાકભાજી નાખી શકાય તેમજ ખાંડવાળી લીંબુની શિકંજી. કોઈક વાર નાસ્તામાં દહીંની સાથે બાફેલા બટાકા પણ લઈ શકો છો.

બે ભોજન વચ્ચેનો નાસ્તોઃ પાંચથી દસ બદામ સાથે કોફી અથવા ગ્રીન ટી અથવા આદું, તુલસી, તજ, ઈલાયચી વગેરેની ચા તે પણ સુગર ફ્રી. તમે ચાહો તો જ્યુસ પણ લઇ શકો છો, તમને ભાવતા કોઇપણ ફ્રુટનું જ્યુસ નાશ્તામાં લેવાથી એનર્જી જળવાઇ રહેશે.

બપોરનું ભોજનઃ એક વાટકી બ્રાઉન ભાત, સલાડ, દાળ, અનેક અનાજના મિક્સ લોટની એક કે બે રોટલી.

સાંજની ચા-કોફીઃ વેજ સૂપ અથવા બાફેલા ચણા સાથે ચા અથવા કોફી કે ગ્રીન ટી અથવા તો ફણગાવેલું કઠોળ પણ લઈ શકો છો.

રાતનું ભોજનઃ એક વાટકી વેજ સૂપ, સલાડ, પપૈયંુ અથવા એક વાટકી શાકભાજી તેમાં લસણ અને ડુંગળી નાખવાં ને જો તમે માંસાહારી હોવ તો ત્રણ ઈંડાં અથવા ૧૫૦ ગ્રામ ચિકન બ્રેસ્ટ અથવા બે લેગ પીસ લેવા.

Leave a Reply