વજન ઓછું કરવા માટે નંબર 1 છે આ ચા, રોજ કરો ઉપયોગ, જાણો ફાયદા

અમદાવાદઃ જીરું એક એવો મસાલો છે જેનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. જીરાનો ઉપયોગ માત્ર ભોજન સુધી જ સીમિત નથી. તેના અન્ય ઘણાં સ્વાસ્થ્ય લાભ છે જે ખૂબ જ કારગર છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, ઝિંક ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ જીરાની ચા પીવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. મેડિકલ ડાયટિશિયન ડો. અમિતા સિંહ મુજબ જીરાની ચા પીવાથી તેમાં રહેલું થાયમોલ ડાઈજેશન ઈમ્પ્રૂવ કરે છે અને પેટની પ્રોબ્લેમ્સ દૂર રહે છે. એક રિસર્ચ મુજબ જીરું બોડી ફેટ ઘટાડે છે અને અનહેલ્ધી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે.

જીરાની ચા બનાવવાની રીત: એક ગ્લાસ પાણીને તપેલીમાં લઈ તેમાં 1 ચમચી જીરું નાખી બોઈલ કરો. પાણીનો રંગ બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. પછી તપેલીને ઢાંકીને તેને રૂમ ટેમ્પ્રેચર પર ઠંડુ થવા દો. પછી ગાળીને પીવો. આ ચા રોજ દિવસમાં 3વાર પીવો. સ્વાદ માટે મધ પણ નાખી શકો છો.

જાણો જીરાની ચાના ફાયદા:

 • સારી ઊંઘ: આ ચા પીવાથી બ્રેન રિલેક્સ થાય છે અને સારી ઊંઘ આવે છે.
 • એનર્જી: તેને પીવાથી ઇલેક્ટ્રોલાઇટ્સ બેલેન્સ રહે છે એનર્જી જળવાઇ રહે છે.
 • પ્રેગનન્સી: તેમાં આયર્ન અને કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જે પ્રેગનન્સીમાં મદદ કરે છે.
 • શરદી ઉધરસ: તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે શરદી ઉધરસથી બચાવવામાં મદદ કરે છે.
 • કેન્સર: તેમાં ક્યૂમિનએલ્ડિહાઇડ હોય છે. જે કેન્સરથી બચવામાં મદદ કરે છે.


અન્ય ઉપાય: 2 મોટી ચમચી જીરાને એક વાસણમાં આખી રાત પલાળી દો. સવારે આ પાણીને બોઈલ કરો અને ઠંડુ થયા બાદ પી લો અને તેમાં રહેલું જીરું ચાવીને ખાઈ લો. આ ઉપાય રેગ્યુલર કરવાથી બોડી ફેટ દૂર થાય છે.

રોજ જીરાનું પાણી પીવાના છે આ 10 ફાયદા

 • જેમને મસલ્સ પેન થાય છે: જીરાનું પાણી પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. મસલ્સ રિલેક્સ રહે છે અને દર્દ દૂર થાય છે.
 • જેમને સ્કીનની તકલીફ છે: આ વેસ્ટને બહાર કાઢીને બોડીને ડિટોક્સ કરે છે. તેનાથી સ્કિન ડિસિઝથી બચાવ થાય છે.
 • જેમનું ડાયજેશન ખરાબ છે: જીરાનું પાણી ડાઇજેશન સારું કરે છે. તેને રેગ્યુલર પીવાથી કબજિયાતથી રાહત મળે છે.
 • જેમને એસિડિટી છે: રોજ સવારે ખાલી પેટે પીવાથી પેટ ફૂલવું અને એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.

 • જેમનું વજન વધેલું છે: રેગ્યુલર પીવાથી બોડીની એકસ્ટ્રા ફેટ ઓછી થાય છે. તેનાથી વેટ લોસ ઝડપથી થાય છે.
 • જેમને લોહીની ખામી છે: તેમાં આયર્નનું પ્રમાણ પૂરતું હોય છે. તે લોહીમાં હિમોગ્લોબિનનું લેવલ વધારીને એનિમિયામાં ફાયદો કરે છે.
 • જેમને BPની સમસ્યા છે: આ પાણી બ્લડ સર્ક્યુલેશનને સારું કરે છે. તેનાથી હાઇ BPની સમસ્યા કંટ્રોલમાં રહે છે.

 • જેમને તાવ છે: તાવમાં જીરાનું પાણી પીવાથી શરીરને ઠંડક અને આરામ મળે છે.
 • જેમને હાર્ટ પ્રોબ્લેમની સમસ્યા છે: આ બોડીમાં કોલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલ કરે છે. તેનાથી હાર્ટ ડિસિઝથી બચવામાં મદદ મળે છે.
 • જેમને ડાયાબિટિસનો ખતરો છે: રેગ્યુલર આ પાણી પીવાથી બોડીમાં ગ્લૂકોઝ લેવલ મેન્ટેન રહે છે. ડાયાબિટિસથી રાહત મળે છે.

Leave a Reply