સુસ્તી ભગાડી વજન કરશે ઓછુ અને આપશે દિવસભરની એનર્જી, આ ખાસ શિયાળાનો સ્પેશ્યલ જ્યૂસ

કેટલાક લોકોને લાઇફસ્ટાઇલ વ્યસ્ત હોવાના કારણે તે તેમના સ્વાસ્થયનું યોગ્ય રીતે ધ્યાન રાખી શકતા નથી એવામાં રોગ પ્રતિકારક શક્તિ કમજોર હોવાથી શરીરમાં જલદી થાક તેમજ કમજોરીનો અનુભવ થવા લાગે છે. કામની સાથે-સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

તેના માટે તમારે તમારી ડાયેટનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. જો હેલ્ધી ડાયેટને ફોલો નહીં કરો તો થાકની સાથે વાળ ખરવા અને હીમોગ્લોબીનની સમસ્યા થઇ શકે છે. એવામાં તમે ઇચ્છો તો ઘરે જ પૌષ્ટિક ગુણોથી ભરપૂર બીટ, ગાજર અને દાડમથી બનેલા ડ્રિંકનું સેવન કરી શકો છો.

કેવી રીતે બનાવવું
સામગ્રી:
1 નંગ – બીટ, 1 નંગ – ગાજર, 1 નંગ – દાડમ, 7-8 – લીમડાના પાન, 1 ટૂકડો – આદુ, 1/2 નંગ – લીંબુ, થોડાક – કોથમીરના પાન,
થોડાક – ફુદીનાના પાન

બનાવવાની રીત

  • સૌ પ્રથમ દરેક સામગ્રીને એક મિક્સરમાં મિક્સ કરી લો અને ઉપરથી અડધો ગ્લાસ પાણી ઉમેરીને તેને બરાબર પીસી લો.
  • તે બાદ તેને મિક્સરમાંથી નીકાળીને ગ્લાસમાં ગાળા લો.
  • હવે ઉપરથી લીંબુનો રસ ઉમેરીનો પી લો.

આખો દિવસ કોઇપણ પ્રકારના થાકનો અનુભવ થશે નહીં.

આ ડ્રિંકથી થતા ફાયદાઓ

  • ગાજર, અનાર અને બીટથી બનેલા જ્યૂસ શરીરના મેટાબોલિક રેટને સારું બનાવે છે.
  • લોહીને સાફ કરવામાં પણ મદદરૂપ છે. જેનાથી ત્વચાની ચમક પણ વધે છે.
  • તે સિવાય આ જ્યૂસ પીવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે અને બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે.
  • વજન ઘટાડવા અને કરચલીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આ જ્યૂસ ખૂબ ફાયદાકારક છે.

Leave a Reply