માત્ર 15 જ સેકન્ડ્સમાં હોઠ અને ગાલ બનશે ગુલાબી, ‘દિયા ઔર બાતી’ વાળી સંધ્યા બિંદણીએ આપી ખાસ ટિપ્સ

મુંબઈઃ ગુલાબી અને ચમકતા હોઠ કઈ છોકરીને ન ગમે? પરંતુ જો આ માટે તમે કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય તો, તેનાથી ત્વચા ડલ પડી શકે છે. કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સના ઉપયોગથી હોઠ કાળા પણ પડી જાય છે. ખાસ તમારા માટે ટીવી સીરિયલ ‘દિયા ઔર બાતી હમ’ ની જાણીતી એક્ટ્રેસ દીપિકા સિંહે હોઠ અને ગાલ ગુલાબી કરવા ખાસ ટિપ્સ આપી છે.


દીપિકાએ હોઠ અને ગાલને ગુલાબી કરવા એક સરળ નૂસખો આપ્યો છે. દીપિકાએ તેના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટમાં એક વિડીયો શેર કર્યો છે, જેમાં માત્ર 15 જ સેકન્ડ્સમાં ગાલ અને હોઠને ગુલાબી બનાવવાની રીત જણાવવામાં આવી છે, અને એ પણ બ્યૂટી પ્રોડક્સની મદદ વગર. વિડીયોમાં દીપિકા કાપેલ બીટથી હોઠ અને હાલ પર મસાજ કરી રહી છે. તેણે કેપ્શનમાં કખ્યું છે, ‘મારું આ 15 સેકન્ડની બ્યૂટી રૂટીન તમે પણ અજમાવો.’


કેમ ફાયદાકારક છે બીટ?
બીટમાં વિટામિન-સી, એન્ટીઈંફ્લેમેટરી અને એન્ટીઑક્સીડેન્ટ્સ હોય છે, જે ત્વચામાં કોલેજનનું સ્તર વધારે છે. સાથે-સાથે તે ડેડ સેલ્સને પણ કાઢવામાં મદદ કરે છે, જેથી ખીલ, ઓપન સોર્સ અને ટેનિંગની સમસ્યા નથી થતી. તેનાથી તમે એન્ટી-એજિંગની સમસ્યાઓથી પણ બચી શકો છો.


બીટનો હોમમેડ લીપ માસ્ક
ગુલાબી હોઠ માટે તમે મોંઘી પ્રોડક્સની જગ્યાએ ઘરે જ બનાવેલ બીટના લીપ માસ્કનો ઉપયોગ કરી શકો છો. આ માટે 1/2 ચમચી બીટનો રસ, 1/2 ચમચી ગાજરનો રસ અને 1/2 ચમચી મધ લઈ બરાબર મિક્સ કરી તેનાથી હોઠ પર મસાજ કરો અને 20 મિનિટ આમજ રહેવા દો. ત્યારબાદ તાજા પાણીથી ધોઇ લો. રોજ આમ કરવાથી હોઠની કાળાશ દૂર થશે અને ગુલાબી દેખાવા લાગશે.


ઘરે જ બનાવો બીટનો ફેસમાસ્ક
એક બીટની પેસ્ટ, એક ટેબલસ્પૂન સંતરાના છોતરાંનો પાવડર અને એક ટેબલસ્પૂન ગુલાબજળ મિક્સ કરી સ્મૂધ પેસ્ટ બનાવો. તેને 20 મિનિટ સુધી ચહેરા પરા લગાવો અને ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વાર આ પેક લગાવો અને અસર જાતે જ અનુભવો.

Leave a Reply