બહુ ફાયદાકારક છે દેશી ઘી, સ્વાદમાં વધારો કરવાની સાથે-સાથે વજન ઘટાડી સ્વાસ્થ્યનું પણ રાખે છે ધ્યાન

અમદાવાદઃ જૂના જમાનાથી જ ભારતીય વ્યંજનો અને આયુર્વેદિક ચિકિત્સામાં દેશી ઘીનું બહુ મહત્વ છે. ઘી તેના ગુણોના કારણે સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે. ભારતમાં ખાન-પાનની બાબતોમાં ઘીના ફાયદા જરા પણ નકારી ન શકાય. એક તરફ ઘીના વઘારથી દાળ-કઢીના સ્વાદમાં વધારો થાય છે, તો બીજી તરફ ઘણા પ્રકારની સ્વાસ્થ્ય અને સૌંદર્ય સમસ્યાઓનું નિદાન પણ કરે છે.


ઘીના સેવન બાબતે ઘણા પ્રકારની ભ્રાંતિઓ ફેલાયેલ છે, જેના કારણે આજની જનરેશન ઘીના સેવનથી દૂર ભાગે છે. કેટલાક ઘરોમાં લોકો દેશીને ફાયદાકારક માને છે તો કેટલાક ઘરોમાં ગાયના ઘીને ફાયદાકારક માને છે. ઘીમાં હેલ્ધી ફેટની સાથે-સાથે પ્રોટીન, વિટામિન એ, ઈ અને કે ભરપૂર માત્રામાં હોય છે. ઘીમાં રહેલ એન્ટી ઑક્સીડેન્ટ્સ ઘણા રોગોથી આપણને બચાવે છે. અહીં જુઓ ઘીના ફાયદા.


પ્રાકૃતિક તત્વોથી ભરપૂર છે ઘી
ઘી સંપૂર્ણ રીતે પ્રાકૃતિક હોય છે. તેમાં કોઇપણ પ્રકારનાં પ્રિઝર્વેટિવ અએ ટ્રાન્સ ફેટ નથી હોતાં. તે વસાથી પણ મુક્ત છે. ઘીમાં એવા કુદરતી ગુણો હોય છે, જેના કારણે તે લાંબા સમય સુધી તાજુ રહી શકે છે.


પોષણથી ભરપૂર
ઘીમાં ઓગળી શકનાર વિટામિન એ, ડી, ઈ ણ અને કેની માત્રા ભરપૂર હોય છે. આ પોષકતત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા જરૂરી છે. આ સિવાય ઘી શરીરમાં ખાધ્ય પદાર્થોમાંથી વસામાં ઓગળી શકનાર વિટામિન અને ખનીનોના અવશોષણમાં પણ મદદ કરે છે.


કેન્સરથી લડતું સીએલએ
જ્યારે ઘીને ગાયના દૂધમાંથી બનતા માખણમાંથી બનાવવામાં આવે છે ત્યારે તેમાં સંયુગ્મિત લિનોલિક એસિડનો ભંડાર હોય છે. સીએલએ કેન્સર સાથે લડવાની સાથે-સાથે હ્રદય રોગ સામે લડવામાં પણ મદદરૂપ હોય છે. કેટલાંક રિસર્ચ અનુસાર સીએલએ વજન ઘટાડવામાં પણ મદદરૂપ રહે છે.


એન્ટી-ઈંફ્લેમ્ટરી ગુણ
આયુર્વેદિક ચિકિત્સામાં ઘીનો ઉપયોગ બળતરા અને સોજાના ઇલાજ માટે પણ કરવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં બ્યૂટાયરેટ હોય છે, જે એક ફેટી એસિડ છે, જો રોગ પ્રતિકારક ક્ષમતા સાથે જોડાયેલ છે. આ સોજાને ઘટાડે છે. તેમાં એન્ટી-વાયરલ ગુણ પણ હોય છે, જે પાચન તંત્રને મજબૂત કરે છે.


એન્ટી-ઑક્સિડેન્ટ્સનો મુખ્ય સ્ત્રોત
ઘીમાંથી મળતા એન્ટી ઑક્સીડેન્ટ્સ શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢી ફેંકવામાં મદદ કરે છે. સાથે-સાથે કોશિકાઓ અને રૂતક ક્ષતિને થતા નુકસાનને રોકવા ફ્રી રેડિકલ્સને પણ અટકાવે છે. ઘીમાં વિટામિન ઈ હોય છે, જે ભોજનમાંથી મળતાં સૌથી શક્તિશાળી એન્ટી ઑક્સીડેન્ટ્સમાંનું એક છે.


અસરકારક મૉઇશ્ચરાઇઝર
ઘીનો ઉપયોગ માત્ર ભોજન માટે જ નહીં, પરંતુ તેનો ઉપયોગ મૉઇશ્ચરાઇઝર તરીકે પણ કરવામાં આવે છે. ઘીથી માલિશ કરવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે અને વાળ ભરાવદાર અને ચમકદાર બને છે.

Leave a Reply