રોગપ્રતિકારક શક્તિ વધારે, વજન ઘટાડે, ચહેરાના ડાઘ-ધબ્બા અને ખીલ દૂર કરે છે આ ફૂલોની ચા

અમદાવાદઃ ચહેરાની બ્યૂટી માટે તમે ત્વચાની કાળજી માટે ગુલાજ જળનો ઉપયોગ કરતા હશે. ગુલાબજળથી સ્કીનને ભરપૂર ફાયદા મળે છે. સ્કીન પર ગુલાબજળ લગાવવાથી થતા ઢગલે ફાયદા વિશે તો તમે જાણતા જ હશો, પરંતુ શું ખાવામાં તેના ઉપયોગ વિશે જાણો છો તમે? ગુલાબ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા ફાયદા મળી શકે છે. સામાન્ય રીતે કોસ્મેટિક્સના ઉપયોગમાં લેવાતા ગુલાબનો ઉપયોગ ચા માટે પણ કરી શકાય છે.


ગુલાબની ચાથી શરીરને ઘણા ફાયદા મળે છે. વજન ઘટાડવાથી લઈને સ્કીનના નિખાર માટે બહુ ફાયદાકારક છે આ ચા. આજે અમે તમને જણાવશું કે, કેવી રીતે બનાવવી આ ચા.


રોઝ ટી બનાવવાની સામગ્રી:

 • એક કપ ગુલાબની પાંખડીઓ
 • ત્રણ ચાર લોકોની ચા માટે ત્રણ કપ પાણી
 • સ્વાદ અનુસાર ખાંડ
 • તજ પાવડર


બનાવવાની રીત:

 • ચા બનાવતાં પહેલાં પાંખડીઓને બરાબર ધોઇ લો.
 • ત્યારબાદ ગુલાબની પાંખડીઓને એક પેનમાં લો અને પાણી ઉમેરી તેને બરાબર ઉકળવા દો.
 • બરાબર ઉકળી જાય એટલે ગેસની આંચ બંધ કરી દો.
 • ત્યારબાદ ખાંડ મિક્સ કરી દો. તમે ઇચ્છા અનુસાર તજ પાવડર કે સૂંઠ પાવડર પણ નાખી શકો છો.

હવે ગાળીને કપમાં લઈ લો. તૈયાર છે તમારી ગુલાબ ચા.

ગુલાબ ચા પીવાથી શરીરને મળતા અદભુત ફાયદા:

 • ગુલાબ ચા વજન ઘટાડે છે.
 • તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
 • ડાઘ-ધબ્બા અને ખીલની સમસ્યાથી છૂટકારો અપાવે છે.
 • સ્કીન ગ્લો કરે છે.
 • શરીર ડિટોક્સ રહે છે.
 • માનસિક તણાવ ઘટે છે અને બ્લડ સર્કુલેશન સારું થાય છે.

Leave a Reply