કબજિયાત, ભારે પેટ કે અપચાની સમસ્યા જળમૂળથી દૂર થશે, જો સવારે કરશો આ નાસ્તો

તમારે રોજ નક્કી કરવું મુશ્કેલ કામ હોય છે કે નાસ્તામાં શું ખાવું ? સવારે બ્રેકફાસ્ટ માટે ઓફિસ ટિફિનમાં શું પેક કરવું છે તો આજે અમે તમને એક હેલ્ધી બ્રેકફાસ્ટ અંગે જણાવીશું જેને તૈયાર કરવું સહેલું છે અને જે પોષક તત્વોથી ભરપૂર હોય છે.

– મગના સ્પ્રાઉટ બનાવવા માટે તમારી તેને 2-3 દિવસ પહેલા પાણીમાં પલાળીને રાખવા પડશે. જેથી તમે એક વખત અંકુરિત મગના ઉપયોગ કર્યા બાદ ફરી વખત માટે તેને પલાળીને રાખો. એટલે તમને બીજા દિવસ ખબર પડે કે નાસ્તામાં શું ખાવાનું છે. જેનાથી તમારો ટાઇમ અને એનર્જી બન્ને બચશે અને તમને પૂરતુ પોષણ પણ મળશે. કારણકે મગથી તૈયાર અંકુરિત ખાવાથી બ્લડ શુગર વધતું નથી અને વજન પણ નિયંત્રણમાં રહે છે. એટલે સ્વાસ્થ્ય સંપૂર્ણ સુરક્ષાનો આધાર છે ફણગાવેલી વસ્તુઓ..

– જો કોઇ કબજિયાત, ભારે પેટ કે અપચાની સમસ્યા રહે છે તો તે લોકો માટે મગને ફણગાવીને ખાવા વધારે લાભદાયી હોય છે. કારણકે તેમા રહેલા પ્રાકૃતિક ફાઇબર એટલે કે રેશા તમારા પાચનતંત્રને બરાબર રીતે સાફ રાખવાનું કામ કરે છે.

– જે લોકોને દર સમયે શરીર ભારે હોવાનો અનુભવ હોય છે અને આળસ આવે છે તેમણે પણ નાસ્તામાં ફણગાવેલા મગનું સેવન કરવું જોઇએ. કારણકે મગ અંકુરિત મેટાહોલિક રેટ વધારવાનું કામ કરે છે તેનાથી શરીરને લાંબા સમય સુધી ઉર્જા મળતી રહે છે અને તમે વધારે એક્ટિવ ફીલ કરો છો.

– તેના માટે તમે ફણગાવેલા મગમાં બારીક સમારેલી ડુંગળી, ટામેટા અને લીલી કોથમીર મિક્સ કરો. તે સિવયા તેમા મીઠું, મરચું, ચાટ મસાલો અને લીંબુ નીચવીને પણ સેવન કરી શકો છો.

Leave a Reply