પથરીને પણ ઓગાળી દે આ ચમત્કારિક ઔષધી, શરીરને શક્તિશાળી બનાવવાની સાથે સ્ત્રી-પુરૂષ બંને માટે ઉપયોગી

અમદાવાદઃ મૂસલીનું નામ તો સાંભળ્યું જ હશે તમે. ઘણી આયુર્વેદિક શક્તિવર્ધક દવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ મૂસલી કોઇ ચમત્કારિક ઔષધિ કરતા જરા પણ ઉતરતી નથી. તેનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં કરવામાં આવે છે. સફેદ મૂસલી શરીરમાં ઉર્જા વધારવાની સાથે-સાથે ઘણી બીમારીઓ માટે રામબાણ ઇલાજ પણ છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ મૂસલીના પાંચ ચમત્કારિક ફાયદા વિશે.

  • શરીરની ઉર્જા વધારવામાં ફાયદાકારક મૂસલી સફેદ મૂસલી શારીરિક શિથિલતા દૂર કરે છે. શારીરિક ઉર્જા વધારવામાં ખૂબજ લાભદાયક છે. આ જ કારણે ઘણી આયુર્વેદિક દવાઓ બનાવવામાં મૂસલીનો ઉપયોગ કરવામાં આવે છે.

  • પેશાબમાં બળતરા થાય તો મૂસલીના મૂળને પીસીને ઇલાયચી સાથે દૂધમાં ઉકાળી પીવાથી બહુ ફાયદો મળે છે. દિવસમાં બે વાર પીવાથી બહુ આરામ મળે છે.

  • મહિલાઓ માટે મૂસલી ખૂબજ ફાયદાકારક છે. તે મહિલાઓ પર ઉંમરની થતી અસર ઘટાડે છે અને સુંદરતા નિખારે છે. આ સિવાય ઘણા સ્ત્રી રોગોમાં પણ ફાયદાકારક છે.

  • પથરી એટલે કે, સ્ટોનની સમસ્યામાં મૂસલી કારગર ઉપાય છે. તેને ઈન્દ્રાયણનાં સૂકાં મૂળ સાથે બરાબર માત્રા (1-1 ગ્રામ) પીસીને એક ગ્લાસ પાણીમાં નાખો અને બરાબર મિક્સ કરી દો. આ મિશ્રણ દર્દીને રોજ સવારે પીવડાવવાથી સાત જ દિવસમાં તેની અસર જોવા મળે છે. તીના સેવનથી મોટી પથરી પણ ઓગળી જાય છે.

  • ભાગદોડ ભર્યા જીવનમાં દરેકની શરીર તૂટવાની સમસ્યા સતાવતી હોય છે. આ સ્થિતિમાં રોજ સફેદ મૂસલીના મૂળનું સેવન ખૂબજ ફાયદાકારક રહે છે. હાઇ બ્લડ પ્રેશર અને ગઠિયામાં પણ મૂસલીનું સેવન ફાયદાકરક રહે છે.

Leave a Reply