ચાનો શોખ તો બધાંને હોય પણ શું તમે જાણો છો કે કઈ ચા છે ફાયદાકારક અને કઈ નુકસાનકારક?

અમદાવાદઃ ગરમી હોય, ઠંડી હોય કે પછી વરસાદ, ચા પીવી બધાંને ગમતી જ હોય છે. મોટાભાગના લોકોની ઊંઘ જ ચાથી ઊડે છે. તો કેટલાક લોકો તો દિવસ દરમિયાન 7-8 કપ ચા પી જતા હોય છે.

મોટાભાગના લોકોને દૂધવાળી ચા વધુ ગમતી હોય છે. તો ફિટનેસની ચિંતા કરતા લોકો ગ્રીન ટી, બ્લેક ટી કે પછી બ્લેકકૉફી પીવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ચા બધાંને ગમતી હોય છે.

ચા તો બધાં પીવે છે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કઈ સારી એ બધાંને નથી ખબર હોતી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, સ્વાસ્થ્ય માટે કઈ ચા પીવી વધારે યોગ્ય, દૂધવાળી ચા કે કાળી ચા..


દૂધવાળી ચા શરીર માટે ફાયદાકારક છે કે નહીં
દૂધ અને ખાંડ મિક્સ કરવાથી ચાના ગુણ ઓછા થઈ જાય છે. ચામાં દૂધ મિક્સ કરવાથી એન્ટી-ઑક્સિડેન્ટ્સ તત્વોની એક્ટિવિટી ઘટી જાય છે, જ્યારે ખાંડ નાખવાથી કેલ્શિયમ ઘટી જાય છે. તેનાથી વજન વધે છે અને એસિડિટીની શક્યતા પણ વધે છે. ચામાં ટેનિન હોય છે જેમ દૂધ અને ખાંડ સાથે મળીને ડ્રિંકને ખરાબ કરી દે છે. દૂધમાં રહેલ પ્રોટીન ચાના ફાયદાને ખતમ કરી નાખે છે. સરવાળે દૂધવાળી ચા શરીર માટે ફાયદાકારક નથી, પરંતુ નુકસાનકારક છે.


બ્લેક ટી ઘટાડી શકે છે વજન
ઘણા લોકો વજન ઘટાડવા માટે બ્લેક કે ગ્રીન ટી પીવે છે. જેમાં રહેલ પોષકતત્વો પેટ જે જઠરમાં જૈને બહુ અસરકારક બની જાય છે. આ તત્વો શરીર ઘટાડવા અને શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે. કહેવાય છે કે, ગ્રીન ટી અને બ્લેક ટી બંનેમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતાં સૂક્ષ્મજીવો વધારવામાં મદદ કરે છે. એટલે આવી ચા શારીર માટે ફાયદાકારક રહે છે.

Leave a Reply