સોજી અને ઘઉંના લોટનો શીરો ખાઈને કંટાળેલા પતિદેવને આપો આ નવી પ્રકારનો હેલ્ધી શીરો

મોટાભાગના લોકોને મીઠાઇ પસંદ હોય છે. એ જુદી વાત છે કે લોકો તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને વધારે પ્રમાણમાં મીઠાઈ નથી ખાતા, પરંતુ આજે અમે તમને આવી જ સ્વાદિષ્ટ મીઠાઈની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ હેલ્ધી છે કારણ કે તે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ પણ સારી છે.


ચણાની દાળનો શીરો બનાવવાની સામગ્રી:
અડધો કપ ચણાની દાળ, અડધો કપ દૂધ, એક નાની ચમચી એલચી, 1/4 ચમચી ઘી, અડધો કપ ખાંડ, અડધો કપ ઘી, 6 બદામ


ચણાની દાળનો શીરો બનાવવાની રીત:
સૌ પ્રથમ, ચણાની દાળને ધોઈ લો અને દાળને આખી રાત પલાળી રાખો. આ પછી, દાળમાંથી પાણીને સંપૂર્ણપણે નિતારી લો અને દાળને અલગ રાખો. બદામને બારીક કાપીને એક બાજુ રાખો. પાણી નીતારેલી દાળને મિક્સરમાં પીસી લો. દાળને એકદમ પેસ્ટ જેવી નથી પીસાવાની. પીસાઈ ગયા પછી આ મિશ્રણને બાઉલમાં નાંખો.

હવે કડાઈ ગરમ કરો અને તેમાં ઘી ઉમેરો. જ્યારે ઘી સંપૂર્ણપણે ઓગાળી જાય છે, ત્યારે તેમાં દાળનું મિશ્રણ ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.

હવે એક બીજી કડાઈમાં દૂધને થોડું ઉકાળો. એકવાર તે ઉકાળવા લાગે એટલે તેમાં દાળનું મિશ્રણ નાખો. તેને સારી રીતે ચલાવો
આંચ ઓછી રાખો અને દૂધ બળી જાય ત્યાં સુધી દાળને હલાવો.

આ પછી તેમાં ખાંડ અને ઈલાયચી પાવડર નાંખો અને શીરાને બરાબર હલાવો. જ્યારે જયારે ઘી છૂટું પડે અને શીરો કડાઈ છોડવા લાગે, ત્યારે સમજી લો કે શીરો તૈયાર છે.

શીરામાં સમારેલા બદામના ટુકડા ઉમેરો. ગરમા-ગરમ સર્વ કરો.

Leave a Reply