તાંબાના, કાંસાના, ચાંદીના કે દાઝી ગયેલા વાસણો ઓછી મહેનતે ચમકાવવાનો આ રહ્યો અચૂક નુસખો

આજકાલની લાઇફસ્ટાઇલ પ્રમાણે ખાસ કરીને લોકો જંક ફુડ વધારે ખાતા હોય છે. જેમા બેસ્ટ હોય છે ટોમેટો કેચઅપ…જંક ફુ઼ડનો સ્વાદ બે ગણો કરનાર ટોમેટો કેચઅપ લગભગ જંક ફુડ સાથે ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. ટોમેટો કેચઅપ મોટા પેકેટમાં પણ આવે છે. મોટા ભાગે લોકો આવા પેકેટ સ્ટોર કરીને રાખતા હોય છે.

ઘણી વાર એવું બને છે કે સ્ટોર કરેલા પેકેટની એક્સપાયરી ડેટ જતી રહે છે તો તેનો ખાવામાં ઉપયોગ કરી શકાતો નથી.તો ચિંતા ન કરો કારણકે ટોમેટો કેચઅપનો ઉપયોગ સાફ-સફાઇમાં કરી શકીએ છીએ.

ટામેટા કુદરતી રીતે ખાટા હોય છે. તે સાફ-સફાઇ કરવા માટેનું ઉત્તમ સાધન છે. બજારની પ્રોડક્ટના ઉપયોગથી ચીજ ખરાબ પણ થઇ શકે છે. સફાઇ કરવા માટે મોંઘી વસ્તુની જગ્યાએ તમે કુદરતી ટોમેટો કેચઅપનો ઉપયોગ કરી શકો છો.

કોપર

કોપરથી બનેલી વસ્તુઓ સજાવટ માટે હોય છે અને તે મેન્ટેનેંસ પણ માંગે છે. કોપરના વાસણમાં બનેલું ખાવાનું સ્વાસ્થ્ય માટે સારું હોય છે. પરંતુ તેની સફાઇ કરવી ખૂબ અઘરી છે.

ખાવાનું બનાવતા વખતે દાઝી ગયેલા વાસણ પર 20 મિનિટ માટે કેચઅપ નાખી રાખી મૂકો.ગરમપ પાણીથી સૂતરાઉ કપડાની સાથે તેની સફાઇ કરો. તેની સાથે તમે મીઠુ ઉમેરીને પણ સાફ કરી શકો છો. તેનાથી તાંબાના ઘરેણાં પણ સાફ કરી શકાય છે.

બ્રાસ

બ્રાસનો ઉપયોગ ફર્નીચરની સાથે કરવામાં આવે છે. જેમ દરવાજા પર લાગેલા હેન્ડલ્સ, ખાવાના વાસણ પર લાગેલા હેન્ડલ્સ, ઘરમાં સજાવટ માટે રાખવામાં આવેલા દીવા અને મૂર્તીઓ પણ લગાવવામાં આવે છે. સમયની સાથે બ્રાસ ગંદુ થઇ જાય છે. તેની પર માટીની પરત જામી જાય છે.

આ દરેક વસ્તુને સાફ કરવા માટે તમે ટોમેટો કેચઅપનો ઉપયોગ કરી શકો છો. જ્યારે નાની વસ્તુઓને બાઉલમાં ઉમેરી સાફ કરી પાણીથી બરાબર ધોઇ તેને ચોખ્ખા કપડાથી સાફ કરો.

સિલ્વર

હવાના સંપર્કમાં આવવાથી સિલ્વર જલદી ખરાબ થઇ જાય છે અને તે કોઇ હાર્ડ઼ વિનેગરથી સફાઇ કરવાથી તમારા સિલ્વર પ્રોડક્ટની ચમક છીનવી શકે છે.

જેથી તમે તેને ટોમેટો કેચઅપથી સાફ કરો અને 5 મિનિટ બાદ તેને હળવા હાથથી કોઇ નરમ કપડાથી સાફ કરો. તેની આસપાસની સફાઇ માટે તેને ગરમ પાણીના વાસણમાં ડૂબાડી દો અને ટૂથબ્રથથી ધીમે-ધીમે સફાઇ કરો.

દાઝેલા વાસણ

વાસણમાંથી બળી ગયેલું ખાવાનું સાફ કરવા માટે ટોમેટો કેચએપને પેનમાં ઉમેરો. હવે તેને ઉકાળી લો. જો તેમા વધારે ચીકાશ આવે તો તેમા પાણી ઉમેરો.

જો તમારે તરત વાસણ નથી ધોવા તો કેચઅપ ઉમેરી વાસણ રાખી દો. આમ કરવાથી વાસણ સહેલાઇથી સાફ થઇ શકે છે.

કાટ

તમારા પસંદગીના ફર્નીચરમાં કાટ લાગી ગયો તો ડરશો નહી. ટોમેટો કેચઅપથી તેની સફાઇ થઇ શકે છે.

કાટ લાગેલી વસ્તુ પર ટોમેટો કેચઅપ લગાવશો તો કાટ થોડીક વારમાં જ દૂર થઇ જશે. તેમજ તેની સાથે તેમ સોડા અને સ્પ્રે ઉમેરીને પણ સાફ કરી શકો છો.

Leave a Reply