ગુજરાત હજી પણ જકડાયેલું છે કોરોનાના સકંજામાં, આ બે શહેરોના થયા ભૂંડા હાલ

ગાંધીનગર: કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1349 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,16,345એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3247એ પહોંચ્યો છે. જ્યારે 1444 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 82.84 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 78,182 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 173, અમદાવાદ કોર્પોરેશન 152, સુરત 104, જામનગર કોર્પોરેશન 102, રાજકોટ કોપોરેશન 94, ર્ડોદરા કોર્પોરેશન 89, મહેસાણા 49, રાજકોટ 47, પાટણ 45, વડોદરા 40, અમરેલી 30, પંચમહાલ 29, મોરબી 28, ભાવનગર કોર્પોરેશન 25, ગાંધીનગર 25, બનાસકાંઠા 24, જામનગર 21

અમદાવાદ 20, કચ્છ 19, મહીસાગર 19, ગાંધીનગર કોર્પોરેશન 18, જુનાગઢ 18, સુરેન્દ્રનગર 18, દાહોદ 17, જુનાગઢ કોર્પોરેશન 17, ભરૂચ 16, ગીર સોમનાથ 14, ભાવનગર 13, બોટાદ 12, ખેડા 10, સાબરકાંઠા 10, નર્મદા 9, નવસારી 9, વલસાડ 7, આણંદ 6, પોરબંદર 5, છોટા ઉદેપુર 4, દેવભૂમિ દ્વારકા 4, તાપી 4, ડાંગ 2, અરવલ્લી 1 કેસો મળી કુલ 1349 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4, સુરત 4, જામનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 1, જામનગર 1, મહીસાગર 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 17 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3247એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 96,709 નાગરીકો સાજા થઈ ગયા છે. 3247ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,389 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 96 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,293 સ્ટેબલ છે.

Leave a Reply