થોભો ગુજરાતીઓ, ચેતો ગુજરાતીઓ – ગુજરાતમાં ફાટ્યો છે કોરોનાનો રાફડો, અધધધ છે સંક્રમીતોની સંખ્યા

ગાંધીનગરઃ કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સૌથી વધુ 1364 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,17,709એ પહોંચી છે.

જ્યારે રાજ્યમાં વધુ 12 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3259એ પહોંચ્યો છે. જ્યારે 1447 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 83.39 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 174, અમદાવાદ કોર્પોરેશન 147, જામનગર કોર્પોરેશન 108, સુરત 107, રાજકોટ કોર્પોરેશન 99, વડોદરા કોર્પોરેશન 81, રાજકોટ 44, વડોદરા 41, મહેસાણા 36, બનાસકાંઠા 34, કચ્છ 34, ભાવનગર કોર્પોરેશન 28, પંચમહાલ 28, અમરેલી 27, મોરબી 26, પાટણ 26, ભરૂચ 25, ગાંધીનગર 23, મહીસાગર 21, જુનાગઢ 20, સુરેન્દ્રનગર 19, અમદાવાદ 18, ગાંધીનગર કોર્પોરેશન 18, જામનગર 18, જુનાગઢ કોર્પોરેશન 18, તાપી 16, ભાવનગર 15, ગીર સોમનાથ 15, ખેડા 14, સાબરકાંઠા 10, આણંદ 9, દાહોદ 9, બોટાદ 8, દેવભૂમિ દ્વારકા 8, નર્મદા 8, છોટા ઉદેપુર 7, વલસાડ 7, અરવલ્લી 5, ડાંગ 5, નવસારી 5, પોરબંદર 3 કેસો મળી કુલ 1364 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, સુરત 3, સુરત કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 12 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3259એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 98,156 નાગરીકો સાજા થઈ ગયા છે. 3259ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,294 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 98 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,169 સ્ટેબલ છે.

Leave a Reply