જાણો કઈ રાશિ પર વરસવાની છે શિવજી અનરાધાર કૃપા, તો કઈ રાશિ માટે છે આજનો દિવસ મુશ્કેલ

જાણો કઈ રાશિ ઉપર રહશે આજે દેવાધિદેવની કૃપા તો કઈ રાશિને મુશ્કેલી અનુભવાય…


મેષઃ આપના પ્રયાસનું શુભફળ મળે અને મહત્ત્વના વ્યક્તિનો પરિચય થાય, નવા આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ, ગેરસમજ મનદુઃખ ટાળવા, પડતર કાર્ય પૂર્ણ થતું જણાય, ખાન-પાનમાં વિશેષ ધ્યાન રાખવુ.

 • કાર્યક્ષેત્ર: રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય, ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી.
 • પરિવાર: પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય, ગેરસમજ મનદુઃખ ટાળવા.
 • નાણાકીય: જાવક નું પ્રમાણ વધારે જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસ માં સફળતા જણાય.
 • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
 • આજનો મંત્ર: ॐ नीलकण्ठाय नमः

વૃષભઃ હતાશાના વાદળો વિખરાતા જણાય, મહત્ત્વના વ્યક્તિનો પરિચય થાય, નવા કાર્યનો શુભારંભ સંભવ, અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય, કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય, વિચારો ઉપર અંકુશ રાખવો.

 • કાર્યક્ષેત્ર: કાર્ય ઉપર વધારે ફોકસ રાખવું હિતકારી રહેશે, સહયોગી સાથેના અણબનાવથી દૂર રહેવુ.
 • પરિવાર: કૌટુંબિક કામકાજમાં સફળતા મળે, પારિવારિક સુખ સારું.
 • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, આવકના સ્ત્રોત વધે.
 • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં નવી તક જણાય.
 • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય
 • આજનો મંત્ર: ॐ कपर्दिने नमः

મિથુનઃ પારિવારિક સમય આનંદમય બની રહે, કાર્યક્ષેત્રમાં પદોન્નતિની શક્યતા, વિરોધી સામે પ્રગતિ જણાય, પોતાના મનની વાત મૂકવામાં વિલંબ કરવો નહીં, કૌટુંબિક શાંતિ જળવાઈ રહેશે, યાત્રા-પ્રવાસ સાનુકૂળતા જળવાઈ રહે.

 • કાર્યક્ષેત્ર: નવા કાર્યોનો શુભારંભ સંભવ બને, વિચારોને પોઝેટીવ રાખવા.
 • પરિવાર: ગૃહજીવન ની પરિસ્થિતિ મધુર જણાય, સ્વજનોથી મિલન સંભવ.
 • નાણાકીય: વધારાની આવક ઊભી કરવામાં સફળતા મળે, આર્થિક ઉતાર ચઢાવ સંભવ બને.
 • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં સાનુકૂળતા જણાય.
 • સ્વાસ્થ્ય: માનસિક ચિંતા હળવી બની શકે.
 • આજનો મંત્ર: ॐ सुरेशाय नमः


કર્કઃ આજે વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી, અગત્યના કામ માં સફળતા મળતી જણાય, પારિવારિક સુખ જળવાઈ રહેશે, કળ થી કામ લેવું, કેટલીક અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર માં દિવસ આનંદમય પસાર થાય, ઉતાવળીયો નિર્ણય નુકસાન કરાવી શકે છે.
 • પરિવાર: પ્રિય વ્યક્તિથી મળવાનું આયોજન સંભવ, તમારા ગુસ્સા પર કાબુ રાખવો હિતાવહ.
 • નાણાકીય: આવકનાં નવા સ્રોતોનું નિર્માણ સંભવ, આર્થિક નવી તક જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં પ્રગતિ જણાય.
 • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે સાનુકુળતા જણાય.
 • આજનો મંત્ર: ॐ सोमाय नमः

સિંહઃ યાત્રા પ્રવાસ માં વિધ્નો બાદ સફળતા જણાય, જૂની સમસ્યાનું સમાધાન થઈ શકે છે, કાર્યક્ષેત્રમાં સામાન્ય બોજ જણાય, સાહસલક્ષી યાત્રા-પ્રવાસ સંભવ, મનદુઃખ ટાળવા, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.

 • કાર્યક્ષેત્ર: પદ-પ્રતિષ્ઠા માં વધારો જણાય, ગૂંચવાયેલી બાબતો નો નિકાલ જણાય.
 • પરિવાર: કૌટુંબિક વાતાવરણ મિશ્ર જણાય, મિત્ર-સ્નેહીથી મેળાપ સંભવ.
 • નાણાકીય: સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી.
 • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં વૃદ્ધિ જણાય.
 • સ્વાસ્થ્ય: આરોગ્ય જળવાઈ રહેશે.
 • આજનો મંત્ર: ॐ सोमनाथाय नमः

કન્યાઃ આર્થિક આયોજનો મધુર ફળ આપતા જણાય, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, વારસાગત મિલકતના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય, કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય, યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે, કોઈ લાભકારક તક આવતી જણાય.
 • પરિવાર: દામ્પત્યજીવનમાં મધુરતા જળવાઈ રહે, મિત્ર તરફથી આર્થિક મદદ પ્રાપ્ત થાય.
 • નાણાકીય: શુભ કાર્યમાં ધન ખર્ચ સંભવ, આર્થિક આયોજનો ફળતાં જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં ઈચ્છીત પરિણામ જણાય.
 • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
 • આજનો મંત્ર: ॐ भर्गाय नमः

તુલાઃ આર્થિક મુશ્કેલીઓનો માર્ગ જણાય, કાર્ય પૂર્ણ કરવામાં ધીરજતા રાખવી, અટકાયેલા કાર્યો નવી રીત થી પૂર્ણ થતા જણાય, સામાજિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય, માતૃપક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.

 • કાર્યક્ષેત્ર: આપનું મૌન આપની અડચણો ની દવા બને, નકામી વાતોમાં સમય વધારે પસાર ના કરવો હિતાવહ.
 • પરિવાર: વ્યવહારમાં નમ્રતા રાખવી, ગૃહસ્થજીવન આનંદમય રીતે પસાર થાય.
 • નાણાકીય: મનોવાંછિત આવક મળી રહે, નાણાકીય વ્યય વધારે જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં સાનુકૂળતા જણાય.
 • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
 • આજનો મંત્ર: ॐ कपर्दिने नमः

વૃશ્રિકઃ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ હિતાવહ રહેશે, નકામી વાતોમાં સમય વધારે પસાર ના કરવો હિતાવહ, પ્રવાસ–પર્યટનનું આયોજન સંભવ બને, આજે દિવસભર વ્યસ્તતા વધારે અનુભવાય.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં કર્મચારીનો સહયોગ સારો મળી શકે છે, પોતાની વાત રજુ કરવામાં અચકાવુ નહીં.
 • પરિવાર: પારિવારિક મનભેદ-મતભેદ ટાળવા, હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયાસ કરવો.
 • નાણાકીય: કરજ- વ્યાજ કરવા નહિ, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય.
 • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં મધુર પરિણામ જણાય.
 • સ્વાસ્થ્ય: પેટ સંબંધી સમસ્યા સંભવ.
 • આજનો મંત્ર: ॐ व्यालप्रियाय नमः

ધનઃ કળાજગત સાથે સંકળાયેલા વ્યક્તિ માટે નવી તકનું નિર્માણ થાય, આત્મવિશ્વાસ વધે એવા પ્રસંગ આવે, અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય, જમીન-મકાન બાબતોનો ઉકેલ જણાય, દિવસ ધીરજતાપૂર્વક પસાર કરવો.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રના પ્રવાસનું મધુર ફળ ચાખવા મળે, તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
 • પરિવાર: સામાજિક વ્યવહારિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, પારિવારિક કલેશથી દુર રહેવું.
 • નાણાકીય: જૂના રોકાણથી ફાયદો જણાય, નેગેટીવ વિચારોથી દુર રહેવું હિતાવહ છે.
 • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં વૃદ્ધિ જણાય.
 • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર થતા જણાય.
 • આજનો મંત્ર: ॐ महीधराय नमः

મકરઃ આજે આપના જૂના પડતર કાર્યમાં પ્રગતિ જણાય, મધ્યાહન બાદ કોઈ નવા સમાચારની પ્રાપ્તિ સંભવ, જૂના સંબંધો તાજા થાય, સામાજિક સમસ્યા દૂર થતી જણાય, મહત્વના કાર્ય પૂર્ણ થતા જણાય, આર્થિક નવી તક સંભવ.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ઉતાવળયો નિર્ણય લેવો નહિ, નવી તકનું નિર્માણ સંભવ.
 • પરિવાર: સામાજિક ક્ષેત્રે યશ-માનમાં વૃદ્ધિ જણાય, પારિવારિક મતભેદ ટાળવા.
 • નાણાકીય: સંપત્તિ અંગેના પ્રશ્નો માં સાનુકુળતા જણાય, નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
 • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં પ્રગતિ જણાય.
 • સ્વાસ્થ્ય: શરીર સ્વાસ્થ્ય જળવાય.
 • આજનો મંત્ર: ॐ पशुनांपतये नमः

કુંભઃ રાજકીય ક્ષેત્રમાં પદોન્નતિ થાય, સમજી વિચારીને નિર્ણય લેવો, ધંધામાં સાહસ કરવાનુ વિચારવુ નહીં, સામાજિક સમસ્યા દૂર થતી જણાય, આપની બુદ્ધિમતાથી ગંભીર સ્થિતિને સંભાળી લેશો, આવકનું પ્રમાણ થતું જણાય.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ, કારણવગરની ચિંતા ન કરવી.
 • પરિવાર: પારિવારિક આનંદ જળવાઈ રહેશે, સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ.
 • નાણાકીય: આજે મળેલી તક હાથતાળી આપતી જણાય, આર્થિક પ્રશ્નો ઉદ્ભવે.
 • વિદ્યાર્થી વર્ગ: પરિક્ષામાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળેશે.
 • સ્વાસ્થ્ય: જુનારોગમાંથી રાહત જણાય.
 • આજનો મંત્ર: ॐ शार्दूलाय नमः

મીનઃ આજે કોઈ નવા કાર્ય કરવા પ્રેરીત થવાય, કાર્યક્ષેત્રના કામકાજમાં સફળતા મળે, દિવસમાં કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, પોતાના વિચારોને અમલ કરાવવામાં વધુ જીદ ના કરવી, વડિલોનાં આશીર્વાદ લઈ નવા કામની શરૂઆત લાભકારક રહેશે.

 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રની મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાય, કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય.
 • પરિવાર: પારિવારિક સાનુકૂળતા જળવાઈ રહેશે, સામાજિક પ્રશ્નોનું નિરાકરણ જણાય.
 • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, ભાગીદારીમાં મધ્યમ.
 • વિદ્યાર્થી વર્ગ: તમારા પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
 • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
 • આજનો મંત્ર: ॐ सिद्धाय नमः

Leave a Reply