દાદીમા કહે છે ઘરમાં જ રહેલી આ સાવ સસ્તી વસ્તુઓ 15 જ મિનિટમાં દૂર કરશે ગળા અને કોણીની કાળાશ

અમદાવાદઃ ચહેરાની સુંદરતા માટે આપણે જાત-જાતનાં ક્રીમ અને ઘરઘથ્થુ ઉપચારો અજમાવતા રહીએ છીએ, પરંતુ ગળા અને કોણીની સફાઇ કરવાનું ભૂલી જ જઈએ છીએ. માત્ર ચહેરો ગોરો દેખાય અને બાકીના ભાગમાં કાળાશ દેખાય તો, સુંદરતા પર ડાઘ લાગી જાય.


એટલે ખૂબજ જરૂરી છે કે, તમે ચહેરાની સાથે-સાથે ગળા અને કોણીઓ પર પણ એટલું જ ધ્યાન આપો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ એક એવી ટ્રીક વિશે, જેનાથી માત્ર 15 જ મિનિટમાં ગળું અને કોણી એકદમ ગોરી થઈ જશે. આ ઉપાય દર 15 દિવસે એકવાર કરવાથી બહુ સારું પરિણામ મળી શકે છે. અને જુઓ કેવી રીતે કરવું…

સામગ્રી:

લીંબુ – 1/2, મીઠું – 1 ટીસ્પૂન, ખાવાનો સોડા – 1 ચમચી, ઈનો – 1 ચમચી, સફેદ ટૂથપેસ્ટ – જરૂર મુજબ


બનાવવાની રીત
લીંબુને અડધું કાપી લો. ત્યારબાદ અડધા કાપેલા લીંબુ પર મીઠું છાંટો. એક વાટકીમાં ખાવાનો સોડા લો, તેની જગ્યાએ તમે ઈનો પણ લઈ શકો છો. હવે અંદર સફેદ ટૂથપેસ્ટ મિક્સ કરી પેસ્ટ બનાવી લો.


લગાવવાની રીત
સૌથી પહેલાં કાપેલા લીંબુને મીઠા સાથે ગળા અને કોણીઓ પર ઘસો. ત્યારબાદ તેને 15 મિનિટ એમજ રહેવા દો અને પછી એક ભીના કપડાથી લૂછી લો. ત્યારબાદ તૈયાર કરીલ પેસ્ટને ગળા અને કોણી પર લગાવો અને સૂકાવા દો. પેસ્ટ સૂકાઇ જાય એટલે એક ભીના કપડાથી લૂછી લો. લૂછ્યા બાદ ગળા અને કોણીઓ પર મૉઇશ્ચરાઇઝર ચોક્કસથી લગાવી લેવું.


સ્કિન માટે બેકિંગ સોડાના ફાયદા
બેકિંગ સોડા ત્વચા માટે ખૂબજ ફાયદાકારક છે. તે કુદરતી રીતે એસિડિક હોય છે, એટલે તે તમારી ત્વચાના પીએચ સ્તરને સંતુલિત કરે છે, જેથી ત્વચા ચમકદાર બને છે. આ ત્વચાની મૃત કોશિકાઓને એક્સફોલિએટ કરવામાં પણ મદદ કરે છે. આ ત્વચા પરથી ખીલના ડાગ ધબ્બા પણ દૂર કરે છે. આનાથી સ્કીન પર ચોંટેલ મેલ સાફ સાથ છે અને સ્કિન ખીલી ઊઠે છે.


સ્કિન માટે ટૂથપેસ્ટ છે બહુ ફાયદાકારક
સુંદર ચમકતા દાંત માટે તમે જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરાતા હોય, તે જ સ્કિનને પણ સાફ કરી શકે છે. હા, આ તમારી સુંદરતામાં નિખાર લાવી શકે છે. તેને સ્કિન પર લગાવવાથી પોર્સ બંધ થઈ કાય છે અને સ્કિન ટાઇટ થઈ જાય છે અને ચહેરાનો ગ્લો વધે છે. વાઇટનિંગ પ્રોપર્ટીવાળી ટૂથપેસ્સ્ટ સનટેન દૂર કરાવામાં પણ મદદરૂપ છે.

Leave a Reply