શું ડાયાબિટીસમાં ખજૂર ખાવી જોઈએ? ખાતા પહેલા આ જરૂર વાંચો

શું ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય છે ખજૂર
સેલેનિયમ, કોપર, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, ફોસ્ફરસ અને કેલ્શિયમથી ભરપુર ખજૂર આમ તો આરોગ્ય માટે ફાયદાકારક છે, પરંતુ ડાયાબિટીસ પેશન્ટે પોતાની હેલ્થનો ખાસ ખ્યાલ રાખવો પડે છે. જોકે તેઓ ૧થી ૩ ખજૂર ખાઇ શકે છે. જોકે તે માટે બ્લડ શુગર લેવલ પણ કન્ટ્રોલમાં હોવું જરૂરી છે. તમે દૂધમાં ખજૂર નાંખીને ઉકાળશો તો ખાંડ નાખવાની જરૂર નહીં પડે.


શુગર લેવલને કરે છે કન્ટ્રોલ
ખજૂરમાં ગ્લુકોઝ અને ફ્રૂકટોઝની સારી માત્રા હોય છે. તેનાથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે. સાથે તેનાથી ઇમ્યૂન પાવર પણ બુસ્ટ થાય છે.

જાણો આ જરૂરી વાતો
• ખજૂર સુકાઇ જાય ત્યારે તેની કેલરીની માત્રા વધી જાય છે. સાથે તેમાં શુગરની માત્રા પણ વધુ હોય છે. તેમાં નેચરલ શુગર હોય છે, છતાં તમે ખજૂરનું
રેગ્યુલર સેવન કરી રહ્યા હો તો સાથે એક્સર્સાઇઝ અને અન્ય ગળી વસ્તુઓથી દૂર રહો.
• ખજૂર ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ અને બ્લડ સર્ક્યુલેશન ઠીક રહે છે, તેનાથી સેલ ડેમેજ, કેન્સર અને હ્રદય સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો ઘટે છે.
• ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન અને મેગ્નેશિયમથી ભરપુર ખજૂર શરીરને એનર્જી આપવાની સાથે સાથે મૂડ પણ સુધારે છે.
• જે લોકોને જમવાનું પચાવવામાં પ્રોબ્લેમ થતો હોય તેમના માટે પણ ખજૂરનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી કબજિયાત અને એસિડિટી જેવી પરેશાનીઓ દૂર થાય છે.

Leave a Reply