વધારે તરસ લાગવી એ સંકેત હોઇ શકે છે ગંભીર બીમારીનાં, આ ઉપાયોથી કરો ઇલાજ

અમદાવાદઃ પાણી વ્યક્તિની મૂળભૂત જરૂતિયાતોમાંની એક છે. તેના વગર જીવવું વ્યક્તિ માટે લગભગ અશક્ય છે. આપણા શરીરમાં પાણીની ઊણપ સર્જાતાં તરત જ આપણને તરસ લાગવા લાગે છે. આમ તો ગરમીના સમયમાં વધારે તરસ લાગે છે. તમે કોઇપણ કામ કરો, તરત જ તરસ લાગી જાય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, જે શરીરના હિસાબે પાણી પીવાથી દૂર થઈ જાય છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે, તમને સામાન્ય કરતાં વધુ તરસ કેમ લાગે છે, કે પછી પાણી પી લીધા બાદ પણ તરસ કેમ નથી છીપાતી. વધુ તરસ લાગવી એ પણ એક બીમારી હોઇ શકે છે. જે બીજી ઘણી બીમારીઓનાં લક્ષણ હોઇ શકે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ આ બીમારી વિશે અને તેનાં લક્ષણો વિશે. સાથે-સાથે જાણો તેનાથી બચવાના ઉપાય પણ…

સામાન્ય કરતાં વધારે તરસ લાગવી શું છે?
વધારે તરસ લાગવાની સમસ્યાને પૉલીડિપ્સિયા કહેવાય છે. આ બીમારીથી પીડિત વ્યક્તિની તરસ એટલી બધી વધી જાય છે કે, ગમે તેટલું પાણી પીવે તો પણ છીપાતી જ નથી. કોઇ કામ કર્યા વગર માત્ર ઘરમાં બેઠાં-બેઠાં પણ વારંવાર તરસ લાગ્યા કરે છે તેમને.

વધારે તરસ લાગવાનાં લક્ષણ

 • વારંવાર પાણી પીવું
 • પાણી પીધા બાદ પણ તરસ ન છીપાવી
 • તરસના કારણે મોં સૂકાઇ જવું
 • મોંમાંથી નીકળતું થૂંક અને લાળ જાડી થઈ જવી.

જો શરીરમાં પાણીની ઉણપ થઈ ગઈ હોય અને વધારે તરસ લાગતી હોય તો હોઇ શકે છે આ લક્ષણો

 • પરસેવો ઓછો વળવો અથવા ન વળવો
 • પેશાબ ન આવવો
 • આંખમાંથી આંસુ ઓછાં આવવાં અથવા ન આવવાં
 • અશક્તિ લાગવી
 • ગભરામણ થવી, સાંધા દુખવા

વધારે તરસ લાગવાનાં કારણ શું છે?

 • શરીરમાં પાણીની ઊણપ થવી
 • પૂરતું પાણી ન પીવું
 • કસરત કરતી વખતે વધારે પરસેવો વળવો
 • ચા કે કૉફીનું વધુ માત્રામાં સેવન કરવું
 • વધારે મીઠા કે મસાલાવાળા ભોજનનું સેવન કરવું
 • ગરમીમાં રહેવું

વધારે તરસ લાગવાનો ઇલાજ શું છે?
વધારે તરસ લાગવાની સમસ્યા જો વધારે ગંભીર ન હોય તો, ડૉક્ટર્સ સામાન્ય ઇલાજથી મટાડી દે છે. આ માટે દર્દીનું ખાનપાન કેવું હોવું જોઇએ તે જણાવવામાં આવે છે અને સાથે-સાથે લક્ષણો અનુસાર દવાઓ પણ આપવામાં આવે છે. પરંતુ જો આ સમસ્યા ગંભીર હોય અને સામાન્ય ઇલાજથી રાહત મળતી ન હોય તો, તેનો અર્થ એ થાય છે કે, દર્દીને ચોક્કસથી કોઇને કોઇ બીમારી છે. ડૉક્ટર આ બીમારીનો ઇલાજ કરી દે પછી દર્દીને આ સમસ્યામાંથી ધીરે-ધીરે રાહત મળે છે.

વધારે તરસ લાગવાની સમસ્યા હલ કરવાના ઉપાય

 • સવાર-સાંજ કસરત કરવી
 • દારૂનું સેવન અને ધુમ્રપાન ન કરવું
 • તાજાં ફળ અને શાકભાજીનો આહારમાં સમાવેશ કરવો
 • ચા કે કૉફીનું વધુ સેવન ન કરવું
 • તળેલા ભોજનથી દૂર રહેવું
 • ગરમીમાં ઘરમાંથી વધારે બહાર ન નીકળવું.

Leave a Reply