વજન ઉતારવા અને બીજા અનેક લાભ મેળવવા આ વસ્તુઓનું સેવન સ્વરે નહિ પણ રાત્રે કરો

વજન ઘટાડવા માટે જે ખાવાનું દિવસે ખાઇએ છીએ તો રાતનું ખાવાનું અલગ નથી હોતું. પરંતુ ઘણાં એવા લોકો હોય છે કે વજન ઘટાડવા માટે રાત્રે જમ્યા વગર સૂઇ જાય છે. જેથી શરીરને વધારે કષ્ટ થાય છે અને ખાલી પેટે સૂવાથી રાતમાં ઉંઘ ઉડી જાય છે. જેથી પેટ ભરવા માટે તમે જંક ફૂડ ખાવ છો અને કેલરી વધારી દો છો. અમે તમને ઘણા એવા ખાદ્ય પદાર્થ અંગે જણાવી રહ્યા છીએ જેને રાતે ખાવાથી પેટ પણ ભરાઇ જાય છે અને વજન પણ નહી વધે.

ચેરી: રાતના ભોજનમાં ચેરી ખાવાથી ફક્ત તમારું પેટ જ નહી ભરાય પરંતુ સારી ઉંઘ પણ આવે છે. ચેરીમાં મેલાટોનિન નામનો હોર્મોન રહેલા છે. જે સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે. જેમા એન્ટી ઓક્સીડેંટ પણ રહેલા છે. જે શરીરમાં સોજા આવવા દેતા નથી.

દહીં: ઘરે બનાવવામાં આવેલું દહીં રાતના ભોજન માટે સૌથી સારુ છે. જેમા વધારે પ્રોટીન અને સુગર ઓછા પ્રમાણમાં હોય છે. પ્રોટીનથી પેટ પણ ભરાઇ જાય છે અને તે માંસપેશીઓને વધારે સક્રિય કરે છે. દહીંમાં રહેલા લીન પ્રોટીન શરીરની ચરબી ઓછી કરે છે અને વજન પણ ઘટાડે છે.

પિનટ બટર ટોસ્ટ: પિનટ બટર ટોસ્ટ ખાવામાં ઘણાં સ્વાદિષ્ટ હોય છે અને રાતના ભોજનમાં તેને ખાવાથી વજન ઘટે છે. તેમા છોડમાં રહેલા પ્રોટીન છે. જે માંસપેશીઓને મજબૂત બનાવે છે. તેમા રહેલા મોનોસૈચુરેટેડ ફેટ પેટની ચરબીને ઓછી કરે છે.

કોટેજ ચીઝ: કોટેજ ચીઝ ડિનર માટે સર્વોત્તમ છે. કોટજ ચીઝમાં કેસિન પ્રોટીન રહેલા છે તે આખી રાત પેટને ભરેલું રાખે છે અને માંસપેશીઓની સાચવણી પણ કરે છે. તેમા ઓછી કેલરી હોય છેય જેથી શરીરનું વજન વધતું નથી.

ચોકલેટ મિલ્ક: ચોકલેટ મિલ્ક વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણકે દૂધમાં રહેલા કેલ્શિયમ પેટની ચરબીને ઘટાડે છે. રિસર્ચ અનુસાર એક હજાર ગ્રામથી વધારે કેલ્શિયમ લેવા પર 18 પાઉન્ડ ચરબી ઓછી કરી છે. તેમજ દૂધમાં રહેલા વિટામિન ડીથી શરીર દ્વારા કેલ્શ્યિમનુ અવશોષણ પણ યોગ્ય રીતે થઇ શકે છે.

બદામ: બદામમાં પાંચ ગ્રામ પ્રોટીન હોય છે જે આખી રાત માંસપેસીઓને રિપેયર કરે છે અને ફાઇબરથી રાત્રે ભૂખ લાગતી નથી . તે સિવાય બદામ શરીરની ચરબી ઓછી કરવા માટે સૂપર ફૂડ માનવામાં આવે છે. તે શરીરની વધારે પડતી ચરબીને દૂર કરે છે.

ફાઇબર યુક્ત અનાજ: રાતના ભોજન માટે માનવામાં આવે છે કે ઉચ્ચ ફાઇબર યુક્ત અનાજમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર રહેલા છે.જે પેટને ભરેલું રાખે છે અને શરીરની ચરબી ઘટાડે છે. રિસર્ચમાં માલૂમ પડ્યું છે કે ફાઇબર લેવાથી શરીરનું વજન ઓછું થાય છે.

Leave a Reply