દાદીમા કહે છે, દરેક પ્રકારની ત્વચા માટે વરદાન સ્વરૂપ છે મુલતાની માટી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

અમદાવાદઃ મુલ્તાની માટી ત્વચા માટે વરદાન સમાન માનવામાં આવે છે. મહત્વની વાત તો છે કે, તેનો ઉપયોગ કોઇપણ પ્રકારની ત્વચાવાળા લોકો કરી શકે છે. આ ત્વચાને ઘણી સમસ્યાઓમાંથી છૂટકારો અપાવવાની સાથે-સાથે તેને નિખારે પણ છે. ત્વચાનો રંગ નિખારવામાં પણ મુલ્તાની માટીનો મહત્વનો રોલ છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ, ત્વચા પ્રમાણે કઈ રીતે ઉપયોગ કરવો મુલ્તાની માટીનો.


તૈલી ત્વચા માટે:
સામગ્રી:

 • મુલ્તાની માટી – એક નાનો કપ
 • ગુલાબ જળ – બે મોટી ચમચી

લગાવવાની રીત:
મુલ્તાની માટી અને ગુલાબજળને મિક્સ કરી એક સોફ્ટ પેસ્ટ બનાવી દો. પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવી 15 મિનિટ માટે એમજ રહેવા દો. સંપૂર્ણપણે સૂકાઇ જાય એટલે ઠંડા પાણીથી ધોઇ લો. જેનાથી તમારી ત્વચા ચિકણાશ અને તેલ મુક્ત થશે.


સામાન્ય ત્વચા માટે
સામગ્રી:

 • મુલ્તાની માટી: એક મોટી ચમચી
 • ચંદન પાવડર: એક મોટી ચમચી
 • કાચુ દૂધ: એક નાની ચમચી

લગાવવાની રીત:
મુલ્તાની માટીને થોડા દૂધ અને ચંદન સાથે મિક્સ કરો. લગભગ 20 મિનિટ માટે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવી રાખો. સૂકાઇ જાય એટલે સ્વચ્છ પાણીથી ધોઇ લો. ઉત્તર પરિણામ માટે અઠવાડીયામાં બે વાર તેનો ઉપયોગ કરો.


સૂકી ત્વચા માટે
સામગ્રી:

 • પીસેલ બદામ: એક મોટી ચમચી
 • કાચુ દૂધ: એક મોટી ચમચી
 • મુલ્તાની માટી: એક નાનો કપ

લગાવવાની રીત:
એક બાઉલમાં મુલ્તાની માટી, બદામ અને દૂધ નાખી પેસ્ટ બનાવી અને એક-બે મિનિટ માટે માટીને ફૂલવા દો. ચહેરો ધોઇને લૂછ્યા બાદ આ હળવા હાથે આ પેસ્ટથી સ્ક્રબ કરીને સૂકાવા દો. આ પેસ્ટનો અઠવાડીયામાં બે વાર આ રીતે ઉપયોગ કરો, ત્વચા કોમળ બને છે.


ડાઘ રહિત ત્વચા માટે
સામગ્રી:

 • ટામેટાંનો રસ: બે મોટી ચમચી
 • મુલ્તાની માટી: બે મોટી ચમચી
 • ચંદન પાવડર: એક ચમચી
 • હળદર પાવડર: એક ચમચી

તેને લગાવવાની રીત:
આ બધી જ વસ્તુઓને મિક્સ કરી એક પેસ્ટ બનાવી લો. પેસ્ટને 10 મિનિટ લગાવી રાખો અને હળવા હાથે હુંફાળા પાણીથી ધોઇ લો. સારાં પરિણામ માટે આ પેકનો રોજ ઉપયોગ કરો.

Leave a Reply