શ્રાવણના ઉપવાસમાં ચા સાથે ખાઓ આ રીતે બનાવેલા ફરાળી ખાખરા, બનશે એકદમ ક્રન્ચી અને હેલ્ધી

અમદાવાદઃ શ્રાવણ મહિનો એટલે ફરાળી વસ્તુઓ આરોગવાની મોસમ જામે. ઘણી બધી મહિલાઓ શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વસ્તુઓ બનાવતા હોય છે. તો ત્યારે આજે આવો અમે ફરાળી ખાખરાની રેસિપી લઇ આવ્યા છીએ.

સામગ્રી

 • 1 વાટકો રાજગરાનો લોટ
 • 1/2 વાટકો મોરૈયાનો લોટ
 • 1/2 વાટકો સાબુદાણાનો લોટ
 • કોથમીર
 • લાલ મરચું 3-4 ટી સ્પૂન
 • હળદર 1 1/2 ટી સ્પૂન
 • મીઠું
 • તેલ 2 -3 ટી સ્પૂન મોણ માટે
 • પાણી

બનાવાની રીત

 • બઘા લોટ મીક્ષ કરી બધો મસાલો નાંખી લોટ બાંધવો.
 • બહુ કઠણ નહી અને ઢીલો નહી એવો રોટલી જેવો લોટ બાંધો.
 • ત્યારબાદ પાટલી પર પ્લાસ્ટિક મૂકી રોટલીની જેમ હળવેથી લોટ પાથરી વણવું.
 • ત્યારબાદ અડધી કલાક સૂકાવા દેવું પછી ઘીમાં તાપે તેલ નાંખી શેકી લેવા અથવા દાબણીયેથી દબાવતા જવું અને શેકતા જવું.

તો તૈયાર છે લો કેલરીવાળા ખાખરા. આ ખાખરા ઉપવાસ માટે બેસ્ટ છે.

Leave a Reply