મોંઘી ક્રિમો કરતાં પણ મળશે સારું પરિણામ, દાદીમાના આ ઉપાય છૂટકારો અપાવશે ચશ્માનાં નિશાનથી

અમદાવાદઃ ચશ્મા પહેરતા લોકોને એક સમસ્યાનો સામનો હંમેશાં કરવો પડે છે અને તે છે ચશ્માના કારણે નિશાન પડી જવાં. આ નિશાન ચહેરાની સુંદરતાને ખરાબ કરી દે છે, ઘણા લોકો આ નિશાનથી છૂટકારો મેળવવા જાત-જાતનાં ક્રિમ અને અન્ય પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, છતાં આ ચશ્માનાં જિદ્દી નિશાન તેમનો પીછો નથી છોડતાં. આજે અમે તમને કેટલાક ઘરઘથ્થુ ઉપાય જણાવશું, જેનાથી તમારી આ સમસ્યા દૂર થશે.


1. મધ અને ઓટ્સ
ચશ્માનાં નિશાન કાઢવા માટે તમે મધ અને ઓટ્સનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે કરવાનું છે માત્ર આટલું જ…

 • થોડું મધ લો
 • તેમાં થોડું દૂધ નાખો
 • ત્યારબાદ અંદર થોડા ઓટ્સ નાખી બરાબર મિક્સ કરી લો
 • મિશ્રણને નિશાન પર લગાવો
 • થોડીવાર માટે આમજ રહેવા દો
 • ત્યારબાદ પાણીથી ધોઇ દો.

નિયમિત આમ કરવાથી તમને બહુ જલદી તેની અસર જોવા મળશે.

2. લીંબુનો ઉપયોગ કરો
શરીર માટે ફાયદાકારક લીંબુ આપણી સ્કીન માટે પણ એટલું જ ફાયદાકારક છે. જે તમારા ચશ્માનાં નિશાન પણ દૂર કરી શકે છે. આ રીતે કરો ઉપયોગ

 • એક તાજુ લીંબુ લો
 • તેને નિચોવી રસ કાઢો અને અંદર થોડું પાણી મિક્સ કરો
 • ત્યારબાદ રૂનું પૂમડું લો અને તેને રસમાં ડુબાડો
 • રૂના પુમડાથી નિશાન પર 15-20 મિનિટ સુધી માલિશ કરો
 • આવું નિયમિત કરો.

3. સંતરાની છાલ
ચહેરા માટે સંતરાની છાલ ખૂબજ ફાયદાકારક હોય છે. તે તેમારા ચહેરા પર પડેલ નિશાન દૂર કરે છે. એટલે જો તમે પણ ચશ્માના નિશાનથી કંટાળેલા હોય તો, સંતરાની છાલનો ઉપયોગ કરી શકો છો.

 • સંતરાની છાલને સૂકવી દો
 • ત્યારબાદ તેને વાટીને અંદર થોડું દૂધ નાખો
 • પેસ્ટ બનાવી નિશાનવાળી જગ્યાએ લગાવો
 • 15-20 મિનિટ માટે આમજ રહેવા દો
 • પેસ્ટ સૂકાઇ જાય ત્યારબાદ ધોઇ લો

4. બટાકાંનો ઉપયોગ કરો
ચશ્માનાં નિશાન તમે બટાકાંથી પણ દૂર કરી શકો છો. તમારે કરવાનું છે માત્ર આટલું જ…

 • એક બટાકું લો
 • તેણે છીણી લો
 • છીણેલા બટાકાની પેસ્ટ બનાવી લો
 • તેને નિશાનવાળી જગ્યા પર લગાવો
 • થોડીવાર માટે આમજ રહેવા દો
 • થોડીવાર બાદ પાણીથી મોં ધોઇ દો.

આ સરળ રીતોથી તમે ચહેરા પર પડેલ ચશ્માનાં નિશાનોથી છૂટકારો મેળવી શકો છો.

Leave a Reply