સાઉથ ઈંડિયન રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ ઘરના ઢોંસામાં લાવો, આનો ઉપયોગ કરીને

અમદાવાદ: મોટાભાગના લોકો મસાલા ઢોંસા ખાવાનું પસંદ કરે છે. પરંતુ તમે જોયું જ હશે કે તમે બનાવેલા મસાલા ડોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ઢોંસા જેવા બનતા. અને તેનું કારણ છે, ગન પાવડર. આપણા ત્યાં ગન પાવડરનું એટલું ચલણ નથી. પણ જો તમે ઢોંસા પર ગન પાવડર ભભરાવીને મસાલો ભરશો, એવા ઢોંસા બનશે, કે પતિદેવ આંગળા ચાંટી જશે.

આને ગન પાવડર કેમ કહેવાય છે? કારણકે તે બહુ જ તીખો હોય છે. તેને મોલાહા પોડી પણ કહેવામાં આવે છે. ઢોંસાનું ખીરું અને સંભાર મસાલો તમે બહારથી લઇ આવશો, પણ ગન પાવડર તો આ રીતે ઘરે જ બનાવો.


તેને કેવી રીતે બનાવવો તે જાણો
સામગ્રી: ચણાની દાળ – 1 નાનો બાઉલ, આખા ધાણા – 1/2 નાનો બાઉલ, લાલ મરચું પાવડર – 1/2 બાઉલ, મીઠા લીમડાના પાંદડા – 8-10, આખા જીરું – 1/2 નાનો બાઉલ, મેથીના દાણા – 1/2 નાનો બાઉલ, લસણ – 8-10 કળીઓ, અડદ દાળ – 1/2 નાનો બાઉલ, આમલી- 4-5 મોટા ટુકડા, રાઈના કુરિયા – 1/4 નાના બાઉલ, પીસેલી હિંગ – 1/2 ટીસ્પૂન, મીઠું – 1 ચમચી

બનાવવાની રીત: ગેસ પર ધીમી આંચ પર કઢાઈ મૂકી તેમાં ચણાની દાળ, ધાણા, જીરું, મેથી, અડદની દાળ અને રાઈના કુરિયા નાખીને તેને શેકી લો. પછી થોડા સમય બાદ આમલી, લસણ, મીઠો લીમડો, હિંગ, લાલ મરચું અને મીઠું નાખી 7-8 મિનિટ માટે શેકો.
જ્યારે મસાલા સારી રીતે શેકાઈ જાય અને તે સુગંધ આવવા લાગે, પછી ગેસ બંધ કરો અને બધા મસાલા ઠંડા થવા માટે રાખો.
હવે આ બધા મસાલાને પીસી લો. તમારો ગન પાવડર તૈયાર છે. તમે તેને એર ટાઇટ કન્ટેનરમાં મૂકીને પણ સ્ટોર કરી શકો છો.

ગન પાવડરમાં તેલ રેડી તમે તેને ચટણી સ્વરૂપે પણ પીરસી શકો છો. ઘણીવાર રોટલી સાથે પણ ગન પાવડર સ્વાદિષ્ટ લાગે છે.

Leave a Reply