સુંદર, રેશમી અને લહેરાતા સ્વસ્થ વાળ માટે આજથી ધ્યાનમાં રાખો આટલી બાબતો

વાળની બરાબર કેર કરવામાં ન આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાળને પૂરતું પોષણ ન મળી શકે તો, વાળ નબળા પડવા લાગે છે. ત્યારબાદ નીચેના વાળ બે ભાગમાં વહેંચાવા લાગે છે. જેને સ્પ્લિટ એન્ડ્સ કે બે મુઢીયાવાળા વાળ કહેવાય છે. દર 10 માંથી 7 છોકરીયાંને બે મુઢીયાંવાળા વાળની સમસ્યા સતાવે છે. તેનાથી બચવા માટે વાળની કાળજીમાં થોડો બદલાવ લાવવાની જરૂર હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છૂએ એવી જ ટિપ્સ વિશે, જેને અપનાવી તમે વાળની સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી લાંબા, ભરાવદાર અને સુંદર વાળ મેળવી શકો છો…


ભીના વાળ પર બ્લો ડ્રાયર કરવાની ભૂલ ન કરો
મોટાભાગની છોકરીઓને વાળ ધોયા બાદ સૂકવવા તરત જ બ્લો ડ્રાયર કરવાની આદત હોય છે. પરંતુ તેમાંથી નીકળતી વધારે ગરમી વાળના ભેજને પણ શોષી લે છે. જેના કારણે બે મુઢીયાંવાળા વાળની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગેર ડ્રાયરનો ઉપયોગ કરવાની જગ્યાએ વાળને કુદરતી રીતે સૂકવવા જોઇએ. બહુ જરૂરી હોય તો જ હેર ડ્રાયરનો ઉપયોગ કરવો જોઇએ.


વાળની તેલથી માલીશ કરો
વાળને સુંદર, લાંબા અને ભરાવદાર બનાવવા માટે અઠવાડિયામાં એકવાર ચોક્કસથી તેલ માલીશ કરવી જોઇએ. જેનાથી વાળને મૂળ સુધી પોષણ મળે છે અને મે મુઢીયાંવાળા વાળ, નબળા અને ખરતા વાળની સમસ્યાથી રાહત મળે છે. તમે બદામ, જૈતૂન, કિપરેલ વગેરે તેલને નવશેકુ ગરમ કરી તેનાથી માથામાં માલીશ કરી શકો છો.


હેરપેકનો ઉપયોગ કરો
તમે ઇચ્છો તો એવોકાડો અને બદામના તેલને મિક્સ કરી વાળમાં માલીશ કરી શકો છો. તેનાથી વાળની રૂક્ષતા દૂર થાય છે અને નમી જળવાઇ રહે છે. તેને બનાવવા માટે અડધા એવોકાડોને કાપીને તેનો પલ્પ કાઢો. ત્યારબાદ તેમાં બદામનું તેલ મિક્સ કરી પેસ્ટ બનાવો અને તેને વાળના મૂળમાં અને વાળમાં લગાવો. 30 મિનિટ સુધી તેને આમજ રહેવા દો. ત્યારબાદ માઇલ્ડ શેમ્પૂથી વાળને ધોઇ લો.

ગુલાબજળ અને મધ
એક વાટકીમાં ચાર ચમચી ગુલાબજળ, એક ચમચી મધ અને આઠ ચમચી પાણી મિક્સ કરો. તૈયાર મિશ્રણને વાળમાં લગાવી એક કલાક માટે એમજ રહેવા દો. ત્યારબાદ વાળને માઇલ્ડ શેમ્પૂથી ધોઇ લો. તેનાથી વાળનાં મૂળને પોષણ મળવાની સાથે બે મુઢીયાંવાળા વાળની સમસ્યા દૂર કરવામાં પણ રાહત મળે છે. સાથે-સાથે હીલિંગ પ્રોપર્ટીઝથી ભરપૂર ગુલાબજળ સ્કિન સંબંધિત સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરે છે.

ડાયટમાં સમાવેશ કરો હેલ્ધી વસ્તુઓનો
વાળની દેખભાળ માટે ડાયટનું પણ પૂરતું ધ્યાન રાખવું જોઇએ. ભોજનમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ. આ માટે દલિયા, તાજાં ફળ, શાકભાજી, જ્યૂસ, સૂકામેવા, ઓટ્સ, એવોકાડો, ડેરી પ્રોડક્ટ્સ, માછલી અને સોયા સોસ વગેરે વસ્તુનો યોગ્ય માત્રામાં સમાવેશ કરવો જોઇએ.


સમયાંતરે કરાવો ટ્રિમિંગ
આમ તો વાળની દેખભાળ કરવા સારા તેલ અને શેમ્પૂના ઉપયોગની સાથે સમયાંતરે ટ્રિમિંગ કરાવવાની પણા જરૂર હોય છે. તેનાથી મે મુઢીયાંવાળાં વાળની સમસ્યાથી છૂટકારો મળે છે અને વાળ સુંદર અને ભરાવદાર દેખાય છે. એટલે દર 4-6 મહિને વાળની ટ્રિમિંગ ચોક્કસથી કરાવવી જોઇએ.


વાળને લાંબા સમય સુધી બાંધેલા ન રાખો
મોટાભાગે છોકરીઓને વાળને ફીટ બાંધી રાખવાની આદત હોય છે. તેનાથી વાળ નબળા પડવાની સાથે બે મુઢીયાંવાળા પણ બનવા લાગે છે. આ માટે વાળને આખો દિવસ બાંધેલા રાખવાની સાથે થોડા સમય માટે ખુલ્લા પણ રાખવા જોઇએ.

એક્સપર્ટની સલાહ લો
જો ઘણી વસ્તુઓના ઉપયોગ બાદ પણ વાળની સમસ્યાઓ ચાલું રહે તો, હેર ટ્રીટમેન્ટ પણ લઈ સકાય છે. આ સિવાય હેર એક્સપર્ટની સલાહ લઈ તમે એ મુજબ પણ વાળની દેખભાળ કરી શકો છો.

Leave a Reply