ઉતરતા વાળ જોઈને જીવ જાય છે ને? તો લોહી ઉકાળા કરવા કરતા અપનાવો આ દાદીમાનો અચૂક નુસખો

જો તમારા વાળનો ગ્રોથ સારો છે તો તેમા કોઇ સમસ્યા નથી કે તે કેટલાક ખરી રહ્યા છે. વાળ ખરવા એક સામાન્ય વાત છે. પરંતુ જો તે હદથી વધારે ખરવા લાગે છે અને વાળ ભરાવદાર પણ ન હોય તો તે એક મોટી સમસ્યા છે.

વાળના વિકાસની ગતિ એક વ્યક્તિમાં જુદી જુદી હોય છે. તે શરીરના પોષણ, ઉંમર, ખોરાક અને વાળના પ્રકાર પર આધારિત છે. વાળ લાંબા અને જાડા બનાવવા માટે, તમારે તેમની યોગ્ય કાળજી લેવી પડશે. આ માટે, આજે અમે તમને વાળના માસ્ક બનાવવાનું શીખવીશું, જે નિયમિતપણે લગાવવાથી તમારા વાળ બમણી ઝડપે વધશે અને ખરવાની સમસ્યાથી પણ છૂટકારો મળશે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય હેર માસ્ક…

સામગ્રી

2-3 નંગ – જાસૂદનું ફુલ
50 Ml – નારિયેળનું દૂધ
2-3 ચમચી – સરસવનું તેલ/ ઓલિવ ઓઇલ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક મિક્સરમાં જાસુદના ફુલની પાંખડી, નારિયેળનું દૂધ અને તેલ મિક્સ કરીલ લો. હવે તેને પીસી લો અને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક બાઉલમાં નીકાળી લો. તે બાદ આ પેસ્ટને સ્કેલ્પ પર લગાવી લો. આ પેસ્ટને આખા વાળમાં લગાવવાની જરૂર નથી.
કારણકે આ હેર માસ્ક માત્ર હેર ગ્રોથ માટે છે. આ ઉપાય સતત થોડાક દિવસ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થશે.

 

Leave a Reply