માત્ર આ ત્રણ સરળ ટેસ્ટથી ઘરે બેઠાં જ ખબર પડી જશે કે તમારું સેનિટાઝર અસલી છે કે પછી નકલી!

અમદાવાદઃ અસલી અને નકલી સેનિટાઇઝર વચ્ચેનો ફરક તપાસવો એક સામાન્ય ગ્રાહક માટે બહુ મુશ્કેલ હોય છે. પરંતુ દેશવાસીઓની આ સમસ્યાની ગંભીરતાને સમજી તેમના સ્વાસ્થ્યને જ પ્રથમિકતા સમજતા બે ડૉક્ટર્સ બીડુ ઉઠાવ્યું અને લોકોને બતાવવાનું શરૂ કર્યું કે, કેવી રીતે ઘરમાં જ રહેલ વસ્તુઓ દ્વારા ચેક કરી શકાય છે કે, સેનિટાઇઝર અસલી છે કે નકલી. આ ડૉક્ટર્સનાં નામ છે ડૉક્ટર નેહા અરોરા અને ડૉક્ટર સૌરભ અરોરા.

 પ્રભાવી સેનિટાઇઝરની ખૂબી
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણના પ્રારંભિક સ્તરે જ એ વાત સ્પષ્ટ જણાવી દેવામાં આવી હતી કે, આ વાયરસથી બાચાવવામાં માત્ર એ જ હેન્ડ સેનિટાઇઝર પ્રભાવી છે, જેમાં 70 થી 80 ટકા આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.

આ પ્રકારનાં સેનિટાઇઝરના નિર્માણમાં સ્વાસ્સ્થ્યનું ધ્યાન રાખી કેટલીક ખાસ પ્રક્રિયાને ફોલો કરવામાં આવે છે. જેથી તમારા હાથ સંપૂર્ણ રીતે સ્વચ્છ પણ થઈ જાય અને ત્વચાને કોઇપણ જાતનું નુકસાન પણ ન થાય. પરંતુ નકલી કે ફેક સેનિટાઇઝરમાં આ બંને ખૂબીઓ જોવા નથી મળતી. અહીં જુઓ કેવી રીતે ઘરે જ ચેક કરવું કે, સેનિટાઇઝર અસલી છે કે નકલી…


સૌથી પહેલાં કરો ટૉયલેટ પેપરથી પરિક્ષણ
સેનિટાઇઝરનું પરિક્ષણ કરવા તમે ટૉયલેટ પેપર કે ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરી શકો છો. આ માટે પેપરની ઉપર પેનની મદદથી નાનો ગોળો બનાવી લો. આ ગોળો પેપરની બરાબર વચ્ચે બનાવવો. હવે આ ગોળાની ઉપર હેન્ડસેનિટાઇઝરનાં થોડાં ટપકાં નાખો. જો ગોળાની સાહી ફેલાઇ જાય તો સમજવું કે સેનિટાઇઝર નકલી છે. આ તમારા હાથની સંપૂર્ણ રીતે ડિસઈન્ફેક્ટ કરવા સક્ષમ નથી.

જો તમારું સેનિટાઇઝર અસલી હશે તો સાહી જરા પણ નહીં ફેલાય. સેનિટાઇઝર પેપરને ભીનું કરશે અને બહુ જલદી સૂકાઇ પણ જશે.


હેર ડ્રાયર ટેસ્ટ
હેન્ડ સેનિટાઇઝરને એક વાટકીમાં કાઢો. હવે તેને હેર ડ્રાયરની ચૂકવો. જો તમારું સેનિટાઇઝર અસલી હશે તો તે 3-5 સેકન્ડમાં સૂકાઇ જશે. જો તે નકલી હશે તો, આટલા સમયમાં પૂરેપૂરું સુકાઇ નહીં જાય, વાટકીમાં રહી જશે સેનિટાઇઝર.


લોટના ટેસ્ટથી તપાસો
સેનિટાઇઝરની ગુણવત્તાની તપાસ તમે લોટ દ્વારા પણ કરી શકો છો. આ માટે એક વાટકીમાં એક ચમચી લોટ લો. આ લોટમાં થોડું હેન્ડ સેનિટાઇઝર નાખો. હવે આ બંનેને મિક્સ કરી લોટ બાંધવાનો પ્રયત્ન કરો.


જો તમારું સેનિટાઇઝર અસલી હશે તો લોટ બંધાશે નહીં, વિખેરાયેલો જ રહેશે. પરંતુ જો તમારું સેનિટાઇઝર નકલી હશે તો તમે લોટ બાંધી સકશો.

Leave a Reply