જો તમે પણ ખાતા હોય ટામેટા અને ખીરા કાકડીનો મિક્સ સલાડ તો ચેતી જાઓ આજથી જ

અમદાવાદઃ તાજી કાકડી અને ટામેટાના સલાડની તો વાત જ ન થાય. ગરમી સામે રક્ષણ મેળવવા માટે આ સલાડ ખૂબજ ઉપયોગી ગણાય છે. આ સિવાય શરીરને પણ સ્વસ્થ રાખે છે. પરંતુ શું તેની તમારા પાચનતંત્ર પર કોઇ નકારાત્મક અસર થઈ શકે છે.


રસોઇની દ્રષ્ટિએ આ મિશ્રણ જબરદસ્ત હોઇ શકે છે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નહીં. વિશેષકોનું કહેવું છે કે, ખીરામાં રહેલ પોષક તત્વો શરીરને હાઇબ્રેટેડ રાખે છે. ખીરામાં એક એવો પણ ગુણ છે જે, વિટામિન સીના અવશોષણની સાથે હસ્તક્ષેપ કરે છે. એટલે ટામેટાં અને ખીરાનો મિક્સ સલાડ ન બનાવવાની સલાહ આપવામાં આવે છે. બીજું કારણ એ છે કે, ટામેટાં અને ખીરા અલગ-અલગ રીતે પચે છે.

વિશેષકોના જણાવ્યા અનુસાર, ટામેટાં અને ખીરાને એકસાથે ખાવાથી એસિડ ફોર્મેશન અને બ્લોટિંગનું કારણ બને છે. પાચન સમયે દરેક ભોજન અલગ-અલગ રીતે રિએક્ટ કરે છે. કેટલાંક ભોજન સરળતાથી પચે છે, ક્યારે કેટલાંક ભોજનને પચવામાં બહુ સમય લાગે છે. બંને આહારના મિશ્રણના પચવાનો સમય અને રીત અલગ હોય છે. જેનાથી ગેસ, પેટમાં દુખાવો અને થાક અનુભવાઇ શકે છે.

ગરમીમાં રાહત મેળવવા સલાડ મહત્વનો
સલાડ, સૂપ, સ્ટીવ, શકભાજી અનેકડી બનાવવામાં અલગ-અલગ શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ખીરા અને ટામેટાનું મિશ્રણ લાંબા સમય માટે મેટાબોલિઝમ સ્તરને ઘટાડવાનું કામ કરે છે. સલાડનો દરેક ઘટક પચવામાં અલગ-અલગ સમય કે છે. ખાસ કરીને પાચન સમયે ભોજનના અણુ તૂટી રહ્યા હોય છે.. આ રીતે કેટલાક ઘટકો સરળતાથી પચી જાય છે જ્યારે કેટલાક ઘટકોને અંદરના ભાગોમાં આખો દિવસ રહેવું પડે છે.


ખીરા અને ટામેટાંને મિક્સ ન કરવાં
એક તરફ ખીરા કાકડી પચવામાં બહુ હળવી હોય છે અને બહુ ઓછા સમયમાં પચી જાય છે, જ્યારે ટામેટાં અને તેનાં બીજ ફર્મેશનમાં વધુ સમય લે છે. એકસાથે અલગ-અલગ પ્રાકારના ફૂડ મિક્સ કરવાથી ફર્મેશન પ્રક્રિયાથી ગેસ અને તરલ પદાર્થ નીકળે છે. જેનાથી ઘણી બીમારીઓ થવાની આશંકા રહે છે. જેથી સ્વાસ્થ્યને ફાયદો મળવાની જગ્યાઅએ નુકસાન થાય છે.

Leave a Reply