કેનેડાના ચીફ મેડિકલ ઓફિસરની સલાહ, સેક્સ દરમિયાન પણ પહેરો માસ્ક, કિસ તો ન જ કરવી

કૅનેડા: કેનેડાના ચીફ મેડિકલ ઓફિસરે 2 સપ્ટેમ્બર, બુધવારના રોજ દંપતિને સેક્સ દરમિયાન માસ્ક પહેરવાની સલાહ આપી છે. ડૉક્ટરનું કહેવું છે કે, સમાગમ દરમિયાન માસ્ક પહેરવાથી દંપતિ કોવિડ-19 થી બચી શકે છે. ડૉક્ટર થેરેસા ટૈમે એક નિવેદન બહાર પાડી કહ્યું, “સંક્રમણકાળમાં દંપતિ માટે સેક્સ માણવું ખૂબજ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને તેમના માટે જેઓ નવા પાર્ટનર સાથે સેક્સ માણવા ઇચ્છતા હોય. આ સ્થિતિમાં દંપતિને કોવિડ-19ના સંક્રમણનો ખતરો સૌથી વધી જાય છે. ”

ડૉ. ટૈમે તેમના નિવેદનમાં જણાવ્યું કે, સેક્સ દરમિયાન સ્પર્મ કે વજાઇનાના તરલ પદાર્થથી કોવિડ-19ના સંક્રમણનો ખતરો બહુ ઓછો છો, પરંતુ નવા પાર્ટનર સાથે સેક્સ દરમિયાન સૌથી વધુ તો, કિસ દરમિયાન સંક્રમણનો ખતરો બહુ વધી જાય છે. કોરોના સંક્રમણ દરમિયાન શારીરિક સંબંધો જેવી ગતિવિધીઓ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખી તમે સંક્રમણના ખતરાને ઘટાડી શકો છો. ડૉ. ટૈમે સેક્સ દરમિયાન કૉન્ડમના ઉપયોગની પણ સલાહ આપી છે. સાથે-સાથે દારૂ જેવી વસ્તુઓનું સેવન ઘટાડવાની પણ ખાસ સલાહ આપી છે.

તેમણે કહ્યું કે, વાયરસને ફેલાતો રોકવા માટે અને આ સંક્રમણથી બચવા માટે સેક્સ દરમિયાન એકબીજાને ફેસ ટૂ ફેસ કિસ કરવાથી બચવું જોઇએ. સેક્સ દરમિયાન નાક અને મોંને માસ્કથી બરાબર ઢાંકી દેવાં અને સાથીનાં લક્ષણો પર પણ બરાબર ધ્યાન આપવું.

તેમના જણાવ્યા અનુસાર કોવિડ-19 ના સંક્રમણ દરમિયાન સેક્સ સમયે કોવિડ-19ના ખતરાને ઘટાડવા માટે માસ્ક પહેરવો એક સારો વિકલ્પ છે. સેક્સુઅલ હેલ્થ આપણા સ્વાસ્થ્યનો એક મહત્વનો ભાગ છે. ટૈમે કહ્યું કે, સાવધાની રાખવાથી અને કોવિડ-19 હેલ્થ પ્રોટોકોલનું પાલન ન કરવું જોઇએ.

ઉલ્લેખનિય છે કે, આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે અને આ વાયરસના પ્રસારને નિયંત્રણમાં કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેનેડાની વાત કરવામાં આવે તો, અહીં 1 સપ્ટેમ્બર સુધીમાં કોવિડ-19 ના 129,425 કેસ આવ્યા છે, જેમાં 9,132 દર્દીઓનાં મૃત્યુ નીપજી ચૂક્યાં છે.

Leave a Reply