નહાવાના પાણીમાં મિક્સ કરો આ વસ્તુઓ, ત્વચા નિખરી ઉઠશે અને શરીર રહેશે સ્વસ્થ

અમદાવાદઃ દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા નહાવું જોઇએ. સ્નાન આપણી દિનચર્યાનો મહત્વનો ભાગ છે. શરીરને સાફ અને સ્વચ્છ રાખવા નહાવું બહુ જરૂરી છે. નહાવાથી મન પણ તરોતાજા થઈ જાય છે. નિયમિત સ્નાન કર્યા બાદ પણ ઘણા લોકોને કેટલીક ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ જાય છે અને ત્વચામાં નિખાર નથી આવતો.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ કેટલીક વસ્તુઓ વિશે. જેને નહાવાના પાણીમાં મિક્સ કરી નખાવાથી ત્વચા નીખરી ઉઠશે અને સ્કિન સંબંધિત સમસ્યાઓમાં પણ આરામ મળશે. ઘણીવાર નાહ્યા બાદ પણ થાક ઉતરતો નથી. આ વસ્તુઓના ઉપયોગથી થાક પણ ઉતરી જશે અને શરીર સ્વસ્થ રહેશે.


ફટકડી અને સિંધમ મીઠું
નહાવાના પાણીમાં એક ચમચી ફટકડી અને સિંધવ મીઠું મિક્સ કરો. ફટકડી અને સિંધવ મીઠાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. નહાવાના પાણીમાં ફટકડી અને સિંધવ મીઠું મિક્સ કરવાથી થાક પણ દૂર થાય છે અને મસલ્સનો દુખાવો પણ દૂર થાય છે.


ગ્રીન ટી
નહાવાની 15-20 મિનિટ પહેલાં નહાવાના પાણીમાં 4-5 ગ્રીન ટીની બેગ પલાળી રાખો. ગ્રીન ટીમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડેટ્સ અને ડિટોક્સીફાયર ગુણ હોય છે. જે સ્કિન માટે એન્ટી એજિંગ અને ક્લીંઝરનું કામ કરે છે.

બેકિંગ સોડા
શરીરમાંથી ઝેરી ટોક્સિંસ બહાર કાઢવા માટે નહાવાના પાણીમાં 4-5 ટેબલસ્પૂન બેકિંગ સોડા નાખો.

લીમડાનાં પાન
લીમડાનાં 8-10 પત્તાં લો અને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ગાળી લો. આ પાણીને તમારા નહાવાના પાણીમાં મિક્સ કરી લો. આ પાણીથી નહાવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ પાણીથી નહાવાથી સોજાની સમસ્યા પણ દૂર થાય છે.


કપૂર
નહાવાના પાણીમાં 2-3 ટુકડા કપૂર મિક્સ કરી લો. આ પાણીથી નહાવાથી શરીર અને માથાની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

Leave a Reply