મોંઘા બહારના સેનિટાઇઝર નહીં પણ શાકભાજીમાંથી કોરોના દૂર કરવા વાપરો આ ઘરે બનાવેલ આયુર્વેદિક સેનિટાઇઝર

અમદાવાદઃ કોરોના વાયરસના સંક્રમણથી બચવા આપણે ઘણી સાવધાનીઓ રાખવાની જરૂર છે. અત્યારે લોકો કોરોના વાયરસથી બચવા બજારમાંથી લાવેલ શાકભાજીને સેનિટાઇઝર કે સાબુથી ધોવે છે. આનાથી શાકભાજીની ગુણવત્તા બગડવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક બની જાય છે.


ઘણી જગ્યાઓએ એવા કેસ જોવા મળ્યા છે, જ્યાં શાકભાજીને સાબુ કે ડિટર્જન્ટથી ધોયા બાદ લોકોને પેટમાં દુખાવો થયો હોય. બીજી પણ કેટલીક સમસ્યાઓના કેસ જોવા મળ્યા છે.


એક્સપર્ટનો અભિપ્રાય
જર્મન ફેડરલ ઈન્સ્ટીટ્યૂટ ફોર રિસ્ક એસેસમેન્ટની એક સ્ટડી અનુસાર, ફળો અને શાકભાજીનો વાયરસ તમારા સુધી પહોંચી શકે છે. કેનેડા સ્થિત રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફૂડ સેફ્ટી ડાયરેક્ટર જેફ ફૉર્બરના જણાવ્યા અનુસાર, ખાતાં પહેલાં ફળો અને શાકભાજીને સાબુથી ધોવાં ખતરનાક નીવડી શકે છે. ફળ અને શાકભાજીને સાફ કરવા એવા સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જોઇએ, જેનાથી શાકભાજીને પણ નુકસાન ન થાય અને તેમારા સ્વાસ્થ્યને પણ.


ફળો અને શાકભાજીને કોરોના વાયરસ મુક્ત કરવા આ રીતે ઘરે જ બનાવો સેનિટાઇઝર
સામગ્રી:

  • એક કપ લીમડાનાં પાન
  • એક કપ પાણી
  • એક સ્પે બોટલ
  • એક ચમચી બેકિંગ સોડા


બનાવવાની રીત

  • સૌપ્રથમ લીમડાનાં પાનને બરાબર ધોઇ લો.
  • હવે એક વાસણમાં પાણી લો અને અંદર લીમડાનાં પાન નાખો.

  • ત્યારબાદ ગેસ પર ધીમી આંચે 15-20 મિનિટ સુધી ઉકાળો.
  • પાણી લીલું થઈ જાય ત્યાં સુધી ઉકાળવાં. પાણી લીલું થઈ જાય એટલે તેને ઠંડુ પડવા મૂકી દો.

  • મિશ્રણ ઠંડુ પડી જાય પછી અંદર બે ચમચી બેકિંગ સોડા આખો અને બરાબર મિક્સ કરી લો.
  • હવે આ પાણીને એક સ્વચ્છ સ્પે બોટલમાં ભરી દો.

જ્યારે પણ બહારથી ફળો અને શાકભાજી લાવો ત્યારે પહેલાં તેને નળ નીચે ધોઇ લો. ત્યારબાદ તેના પર હોમમેડ નેચરલ સેનિટાઇઝર સ્પે કરો અને થોડીવાર આમજ રહેવા દો. શાકભાજી અને ખાવાની વસ્તુઓનો સ્વાદ કડવો ન લાગે એ માટે તેને ફરીથી સ્વચ્છ પાણીથી ધોઇ શકાય છે.


કેવી રીતે કામ કરે છે આ સ્પ્રે
આયુર્વેદમાં લીમડાનાં પાનનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે. જે ઘણા પ્રકારની બીમારીઓના ખતરાને ઘટાડે છે. તો સાઇન્ટિફિક રીતે તપાસીએ તો લીમડાનાં પાન અને બેકિંગ સોડામાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ અને એન્ટી પેરાસાઇટ ગુણ હોય છે. જેના કારણે સેનિટાઇઝરમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો તે બેક્ટેરિયા અને વાયરસના પ્રભાવને ઘણા અંશે ખતમ કરવામાં પ્રભાવી સાબિત થઈ શકે છે.

Leave a Reply