દુખાવામાં પેઇનકિલર્સ ખાઈને શરીરને નુકસાન પહોંચાડવું છે, કે આ ઘરેલુ ઉપાયોથી સ્વસ્થ રહેવું છે? નક્કી તમે કરો

મોટે ભાગે, જ્યારે આપણને શરીરમાં ક્યાંય પણ દુખાવો થાય છે, ત્યારે આપણે તેનાથી છૂટકારો મેળવવા માટે પેઈનકિલરનો આશરો લઈએ છીએ, પરંતુ જ્યારે પણ પીડા થાય ત્યારે દર વખતે દવા લેવી, તે તમારા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સતત પેઈનકિલર્સ લેવાથી શરીર પર ઘણી આડઅસર થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં તમારી શારીરિક સમસ્યાઓ વધી જાય છે.

આ માટે, તમે કેટલાક સરળ ઘરેલું ઉપાય અજમાવી શકો છો જે તમને પીડાથી રાહત આપે છે, કોઈ પણ આડઅસર વિના. પહેલાના સમયમાં લોકો પીડામાંથી રાહત મેળવવા માટે ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. આ વસ્તુઓ પણ સરળતાથી મળી રહે છે.

આપણા ઘરમાં આવી ઘણી વસ્તુઓ છે, જે પીડામાં અસરકારક દવા તરીકે કામ કરે છે. ચાલો જાણીએ કે તે કઈ વસ્તુઓ છે…

લવિંગ
આપણા બધાના ઘરમાં લવિંગ સરળતાથી મળી આવે છે, કારણ કે તેનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે, અને મસાલા તરીકે પણ. જો તમને દાંતમાં દુખાવો થાય છે, તો લવિંગને થોડા સમય માટે દાંતમાં દબાવી રાખો અથવા લવિંગના તેલમાં રૂને ડૂબાવો અને તેને દાંતની નીચે દબાવો, આનાથી દાંતના દુખાવામાં રાહત મળશે.

આ સિવાય લવિંગની ચા શરદીને કારણે માથાનો દુખાવો અને ગળાના દુખાવામાં પણ રાહત આપે છે. ઉબકા અથવા પેટના દુખાવામાં પણ લવિંગ ફાયદાકારક છે.

હળદર
હળદર પણ દરેક રસોડામાં સરળતાથી મળી રહે છે. જો તમને શરીરના દુખાવાને લીધે થાક લાગે અને ઊંઘ ના આવે, ત્યારે દવાઓ લેવાની જગ્યાએ, હળવા દૂધમાં હળદર મિલાવીને પીવો.

તેનાથી તમને થોડા જ સમયમાં રાહત મળશે અને ઊંઘ પણ સારી આવશે.

નારિયળ તેલ
કલાકો સુધી ઑફિસમાં ખુરશી પર બેસવાથી પગમાં દુખાવો થાય છે, જેના કારણે વ્યક્તિ રાત્રે યોગ્ય રીતે સૂઈ નથી શકતા? તો આ માટે નારિયેળ તેલ અથવા ઓલિવ ઓઇલથી પગના તળિયાની માલિશ કરો, આ તમને પીડાથી રાહત આપશે, તેમ જ લોહીનું પરિભ્રમણ પણ વધારશે.

આ પગના તળિયામાં બળતરા પણ દૂર કરશે. આ સિવાય લેમન ગ્રાસ ઓઇલ, લવિંગનું તેલ, લેવેન્ડર ઓઇલ વગેરેથી શરીરની માલિશ કર્યા પછી આખા શરીરને રાહત મળે છે. આનાથી માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે.

બ્લેક ટી
જ્યારે પેટમાં ચૂંક ઉપડે ત્યારે કાળી ચા સાથે લીંબુનો રસ મિક્ષ કરીને પીવો, આથી રાહત મળશે. જો તમને માથાનો દુખાવો થાય છે, તો તમે આદુ ચા બનાવીને પી શકો છો.

તમે દૂધ ઉમેરીને ચા બનાવી શકો છો અથવા તમે દૂધ વગરની ચા પણ લઈ શકો છો. થોડો સમય આરામ કર્યા પછી, તમને માથાનો દુખાવો, ભારેપણાથી રાહત મળશે.

Leave a Reply