બહુ ગુણકારી એવાં આંબળાંનું અતિશય સેવન કરી શકે છે નુકસાન, થશે ગંભીર બીમારીઓ

અમદાવાદઃ આમ તો આંબળાં સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે, પરંતુ વધુ પડતી માત્રામાં સેવન કરવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે. સામાન્ય રીતે આંબળાંનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં કરવામાં આવે છે. આંબળાંનો મુરબ્બો, જ્યૂસ અને અથાણું પણ બનાવવામાં આવે છે. ઘણા લોકોને આંબળાં કાચાં ખાવાં પણ ગમતાં હોય છે. વધુ માત્રામાં આંબળાંનું સેવન કરવાથી ઘણી ગંભીર બીમારીઓનો ખતરો પણ રહે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ વધુ માત્રામાં આંબળાંના સેવનથી થતા નુકસાન વિશે….


થઈ શકે છે લિવર સંબંધિત સમસ્યાઓ
વધુ માત્રામાં આંબળાનું સેવન કરવાથો લિવર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વધુ માત્રામાં આંબળાં ખાવાથી લિવરમાં જીપીટીની માત્રા વધી જાય છે, જેના કારણે પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરી શકતું નથી.

થઈ શકે છે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા
વધુ માત્રામાં આંબળાંના સેવનથી હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓએ આંબળાનું સેવન ન કરવું જોઇએ.

કિડની સંબંધિત સમસ્યાઓ
વધુ માત્રામાં આંબળાંના સેવનથી કિડની સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. આંબળાંના વધુ સેવનથી શરીરમાં સોડિયમનું સ્તર વધી જાય છે, જેના કારણે કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી.

યૂરિનમાં બળતરા
આંબળાંના વધારે સેવનથી યૂરિનમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. ઘણા લોકોને આંબળાના વધુ સેવનથી પેશાબમાં દુર્ગંધ પણ આવે છે.

એસિડિટી થઈ શકે છે
આંબળાંનું વધુ સેવન કરવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. આંબળાં પ્રાકૃતિક રૂપે એસિડિક સ્વભાવનાં હોય છે. ખાલી પેટે ક્યારેય તેનું સેવન ન કરવું જોઇએ.

થઈ શકે છે કબજિયાતની સમસ્યા
આંબળાંનું વધુ સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે. જે લોકો રોજ આંબળાંનુ સેવન કરે છે તેમને વધુ માત્રામાં પાણી પીવું જોઇએ.

Leave a Reply