ખાટા ઓડકારોથી પરેશાન થઇ ગયા છે? જો હા, તો અપનાવો આ દાદીમાના સરળ નુસખા

કેટલાક લોકોની સામાન્ય ફરિયાદ હોય છે કે તેમને સતત ખાટા ઓડકાર આવ્યા કરે છે. સતત આવુ થયા કરવાથી મોંનો સ્વાદ તો બગડે છે સાથે બેચેની અનુભવાય છે. ક્યારેક ગળા, પેટ અને છાતીમાં બળતરા થાય છે. આની પાછળ મોટા ભાગે આપણી ખાવા-પીવાની રીતભાત જવાબદાર છે. જે પાચનની સમસ્યાઓનું મુખ્ય કારણ છે.

એવું માનવામાં આવે છે કે વધારે માત્રામાં પ્રોટીન વાળો ખોરાક અને આલ્કોહોલ પીવાથી આવી સમસ્યાઓ થઈ શકે છે, જો તમને પણ ખાટા ઓડકારની સમસ્યા છે, તો પછી તમે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો. જે તમને રાહત આપશે.

કરો આ ઉપાય

જો તમને પણ આવી સમસ્યા છે, તો તરત જ એક ગ્લાસ લીંબુનું શરબત પીવો. જો તમે સાદા મીઠાને બદલે લીંબુ-પાણી સાથે મરી નાંખી લેશો તો તમને જલ્દી રાહત મળશે.

મીઠું દહીં ખાવ: બપોરે ભોજનમાં એક વાટકી મીઠું દહી ખાવ. આ તમારા પેટને ઠંડુ કરશે અને ખાટા ઓડકારથી તાત્કાલિક રાહત આપશે.

વરિયાળી સાથે ખાંડ લો: જો તમને રાત્રે ખાટા ઓડકારની સમસ્યા છે, તો લીંબુનું શરબત અને દહીંનું સેવન જ ન કરો. તે તમને નુકસાન પહોંચાડી શકે છે. રાત્રે, તમે વરિયાળી સાથે ખાંડ મેળવી શકો છો. તમને નિશ્ચિતરૂપે આમાંથી રાહત મળશે. ખરેખર, વરિયાળી પાચક શક્તિને વધુ સારી બનાવે છે અને પેટમાં ગેસ બનતો અટકાવે છે. જ્યારે વરિયાળી સાથે ખાંડ લો તો શરીરમાં થતી પેટની સમસ્યામાં રાહત મળે છે.

આ સાથે જમતી વખતે ખુબજ શાંતી રાખો. ચાવી ચાવીને ભોજન કરો. ઉતાવળમાં ખોરાક ખાવાની અથવા પાણી પીવાની ટેવ છોડી દેવી. વધારે મીઠું અથવા તેલ વાળો ખોરાક ન ખાઓ, પુષ્કળ પાણી પીવો અને ખોરાક ખાધા પછી ઓછામાં ઓછા એક કલાક સુધી સૂવું નહીં. આ તમામ ઉપાયો પાચક તંત્રને સુધારવા માટે છે, કારણ કે જો પાચન બરાબર હોય તો ખાટા ઓડકારની સમસ્યા નહીં થાય.

Leave a Reply