પગમાં સોજો રહેતો હોય કે દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરઘથુ ઉપાય, મળશે આરામ

અમદાવાદઃ પગમાં સોજો આવવાની સમસ્યા ઘણા લોકોને સતાવતી હોય છે. આખો દિવસ કામના કારણે આ સમસ્યા રહેતી હોય છે, તો ઘણીવાર પૌષ્ટિક આહાર ન લેવાના કારણે પણ આ સમસ્યા થઈ જાય છે. પગમાં સોજો હોય તો, તેનાથી પગ દુ:ખે પણ છે. આ દુખાવો અને સોજાથી છૂટકારો મેળવવા લોકો ઘણી દવાઓ પણ લેતા હોય છે, પરંતુ ધાર્યું પરિણામ મળતું નથી. આમાં કેટલાક ઘરઘથ્થુ ઉપાયો બહુ અસરકારક નિવડી શકે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ આવા જ કેટલાક ઘરઘથ્થુ ઉપાયો વિશે.


1. જવનું પાણી
જવનું પાણી આ સમસ્યાથી છૂટકારો અપાવવાનો બેસ્ટ ઉપાય છે. તેને પીવાથી પેશાબ વધુ આવે છે, જેથી શરીરમાંથી બધાજ ગંદા પદાર્થો બહાર કાઢી નાખે છે. પગના સોજામાં રાહત મળે છે. આ માટે એક કપ પાણીમાં જવ પલાળી રાખો. આખી રાત પલાળી રાખ્યા બાદ સવારે ગાળીને પી ચોક્કસ આરામ મળશે પગના સોજામાં.


2. સિંધવ મીઠું
પગના સોજાથી છૂટકારો મેળવવા માટે સિંધવ મીઠું પણ બહુ અસરકારક છે. એક ડોલમાં ગરમ પાણી લો. પાણી અડી શકાય એવું ગરમ જ હોવું જોઇએ. ત્યારબાદ અંદર થોડું સિંધવ મીઠું નાખો અને અંદર પગ બોળીને થોડીવાર માટે બેસી જાઓ. આનાથી દુખાવામાં ચોક્કસથી આરામ મળશે અને સોજો પણ ઓછો થશે.


3. હળદરવાળું દૂધ
પગના સોજાથી છૂટકારો મેળવવા માટે હળદરવાળું દૂધ પણ બેસ્ટ રહેશે. રાત્રે સૂતાં પહેલાં એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર મિક્સ કરી તેનું સેવન કરો. આનાથી પગમાં વધી રહેલ સોજાથી છૂટકારો મળશે.


4. બેકિંગ સોડાનો ઉપયોગ
બેકિંગ સોડાથી પણ પગના સોજામાં રાહત મળશે. બેકિંગ સોડાને તમે ચોખાના પાણીમાં મિક્સ કરી લગાવશો તો વધારે આરામ મળશે. આ માટે ચોખાને થોડીવાર પાણીમાં ઉકાળો. પછી આ પાણીમાં બે ચમચી બેકિંગ સોડા મિક્સ કરી દો. ત્યારબાદ આ પેસ્ટને પગ પર લગાવી 15 મિનિટ આમજ રહેવા દો. ચોક્કસથી તમારી સમસ્યાથી છૂટકારો મળશે.


5. પુષ્કળ પાણી પીઓ
શરીર માટે પાણી ખૂબજ જરૂરી છે અને શરીરને સ્વસ્થ રાખવા માટે ભરપૂર પાણી પીવું જોઇએ. તેનાથી શરીરના બધા જ ગંદા પદાર્થો નીકળી જાય છે અને વધારે પાણી પીવાથી પગના સોજાની સમસ્યા પણ નહીં રહે.


6. આખા ધાણા
પગનો સોજો ઘટાડવા માટે ધાણા સૌથી બેસ્ટ છે. આ માટે એક કપ પાણીમાં ત્રણ ચમચી ધાણાનાં બીજ નાખો અને પાણી ઉકાળો. પાણી ઉકળીને અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવું. ત્યારબાદ પાણીને ગાળી લો. દિવસમાં બે વાર આ પાણીનું સેવન કરો, અસર જાતે જ જોવા મળી જશે.


7. ખજૂર અને કેળાનું સેવન કરે
પગના સોજાથી છૂટકારો મેળવવા માટે ખજૂર અને કેળાનું સેવન પણ ફાયદાકારક રહે છે. ખજૂર અને કેળું ખાવાથી પગાનો સોજો ઓછો થાય છે. એટલે તેનો ચોક્કસથી ડાયટમાં સમાવેશ કરવો જોઇએ.


8. જીરૂ અને ખાંડનો ઉપયોગ કરો
પગનો સોજો ઓછો કરવા માટે જીરૂ અને ખાંડનો ઉપયોગ બહુ ફાયદાકારક રહે છે. બંનેને સમાન માત્રામાં લઈ પીસી લો. તેનું દિવસમાં ત્રણવાર સેવન કરો. ચોક્કસથી સોજાની સમસ્યાથી છૂટકારો મળશે

Leave a Reply